SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ શાસનસમ્રાટ તપાગચ્છાધિપતિ આચાર્ય મહારાજધિરાજ શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના પરિવાર પૈકીના પ્રથમવાર જ વિ.સં. ૨૦૧૬માં ચાતુર્માસ કર્યું હતું. શાસન પ્રભાવનાનાં અનેકવિધ કાર્યોની હારમાળાથી યશસ્વી બનેલ તે ચાતુર્માસને ધર્મરાજા પૂ. આચાર્ય મહારાજશ્રીએ તેને ગ્રન્થસ્થ કરી અમરત્વ અપાવ્યું છે. સ્વાધ્યાયમગ્ન પૂ. આચાર્યશ્રી વિજય કસ્તૂરસૂરીશ્વરજી મહારાજે ગુરુ આજ્ઞાથી એક વિશિષ્ટ ગ્રન્થરચનાને મુંબઈ શ્રી માટુંગા જૈન મુ.પૂ. તપગચ્છ શ્રી સંઘના ઉપાશ્રયમાં પોતાના ધર્મમિત્ર ઉપાધ્યાય શ્રી મેર વિજયજી ગણી તથા પોતાના પ્રધાન શિષ્ય પંન્યાય શ્રી યશોભદ્ર વિજયજી ગણીને માટે પ્રારંભ કર્યો. અને તે આ ગ્રન્થને મુંબઈના શ્રી ગોડીજી ઉપાશ્રયમાં વિ. સં. ૨૦૧૬ના ચાતુર્માસમાં શ્રી ગેડીજી પાર્શ્વનાથ ભગવંતના સાંનિધ્યતામાં પૂરું કર્યો. આ હકીકતને ખ્યાલ જ્યારે અમને વિ. સં. ૨૦૩૩માં ગ્રન્થકારના આજીવન ચરણસેવક પૂ. આ. મહારાજ શ્રી વિજય ચંદ્રોદયસુરીશ્વરજી મહારાજે આપ્યો ત્યારે અમો સર્વને ખૂબ આનંદ થયે કે ગ્રન્થકારે પોતાની ગ્રન્થરચનામાં પોતાના ઉદારમનને ઊંચે પરિચય આપ્યું છે. પ્રકારની નિખાલસતા, ઉપકારીઓનું સદા ચિંતન તેમ પિતાના અમીયજન પરત્વેનું વાત્સલ્ય તથા પ્રાચીન પદ્ધતિ અનુસાર ગ્રન્થ આલેખનને પ્રારંભ તેમ. પૂર્ણાહુતિ એમ બન્નેના ઐતિહાસિક સત્યનું રક્ષણ કરવા કેટલું લક્ષ્ય રાખ્યું છે ? તે વિચાર આવતાં તેઓ પૂજ્યશ્રીના એ ગ્રન્થરાજને પ્રકાશિત કરવામાં અમો અમારી ફરજ અને કૃતજ્ઞતા સમજીએ છીએ,
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy