________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૦૯
થયેલા તરંગે વડે નદીની જેમ શોભતું, નિર્મળ પ્રભાથી તરંગિત મનોરમ અવયવો વડે રત્ન–સુવર્ણમય ભૂષણને પણ સુશોભિત કરતું, પાછળ છાયાની જેમ છત્રધારિણી વડે તેમજ હંસ વડે પદ્મિનીની જેમ સંચરણ કરાતાં ચામર વડે સેવાયેલું, આવા પ્રકારનું સ્ત્રીરત્ન જાણવું.
તેમ જ નમિ વિદ્યાધરેન્દ્ર પણ મહામૂલ્ય રત્નો ભરતચક્રીને આપે છે. “ઘરે સ્વામી આવ્યું છતે ખરેખર મહાત્માઓને શું અદેય હોય? ”
હવે ભરતરાજા વડે વિસર્જન કરાયેલા તે નામ અને વિનમિ વિદ્યાધરેન્દ્રોએ સંસારથી વિરાગ પામી પિત–પોતાના પુત્રને રાજ્ય ઉપર બેસાડી, ઋષભદેવ સ્વામીના ચરણ પાસે દીક્ષા ગ્રહણ કરી.
ગંગાદેવી અને નાયમાલદેવ ઉપર વિજય
તે પછી ચાલતા ચકરત્નની પાછળ જતે ભરતરાજા અત્યંત તેજવાળ, ગંગાનદીના કાંઠે આવે છે. રાજા ગંગાદેવીના ઘરની અત્યંત નજીકમાં નહિ તેમજ અતિદૂર -નહીં એવા સ્થાનમાં રૌોને પડાવ નાંખે છે. સુષેણ સેનાપતિ રાજાના આદેશથી સિંધુની જેમ ગંગાનદીને ઉતરીને ગંગાના ઉત્તર નિકૂટને સાધે છે.
તે પછી તે ચક્રવર્તી અઠમતપ વડે ગંગાદેવીને સાધે છે. “ઉપચાર એ સમર્થ પુરુષને જલદી સિદ્ધિ માટે થાય છે.”