________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
હos
હે ઝષભનંદન ! તમને જોવાથી સાક્ષાત આજે અષભ ભગવંતને જોયા. અજ્ઞાનથી અમે તમારી સાથે જે યુદ્ધ કર્યું, તે હે સ્વામી ! ક્ષમા કરે. પહેલા અમે કષભ સ્વામીના સેવક હતા, હમણું તમારા પણ સેવક જ છીએ.
સ્વામીની જેમ સ્વામીના પુત્રને વિષે સેવાની પ્રવૃત્તિ કરવી તે લજજાને માટે ન થાય ” દક્ષિણ અને ઉત્તર ભરતના મધ્યવતિ વૈતાઢય પર્વતના બન્ને પડખે, તમારા આજ્ઞા વડે અહીં દુર્ગપાલની જેમ અમે. રહીશું, આ પ્રમાણે કહીને વિનમિ રાજા ઉપહાર આપવાને ઇચ્છતો હોવા છતાં પણ, યાચના કરવા ઈચ્છતો હોય તેમ બે હાથ જોડીને અપ્સરાઓ સાથે લક્ષ્મીની જેવી, નદીઓ સાથે ગંગાની જેવી, ચારે તરફથી હજારે સખીઓથી પરિવરેલી સ્ત્રી રત્ન એવી, સ્થિર થયેલી લક્ષમી જેવી સુભદ્રા નામની પિતાની પુત્રી રાજાને આપે છે.
સ્ત્રીરત્ન તે સ્ત્રી-રત્ન કેવા પ્રકારનું છે? તે આ પ્રમાણે
દોરે માપીને બનાવેલ હોય તેમ સમચતુર આકારવાળું, ઐક્યના મધ્યવતિ માણિજ્યના તેજ પુંજમય હોય એવું, કૃતજ્ઞ સેવકની જેમ સદા યૌવન વડે શોભાવાળા નખ વડે અને કેશ વડે અત્યંત શેભતું, બળને આપનાર દિવ્ય ઔષધિની પિઠે સર્વ રોગને ઉપશમાવનારું, દિવ્ય પાણીની જેમ યથેચ્છ શીત અને ઉણ