________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૩૦૫
હવે સૌધપતિ અને ઈશાનપતિના દેવસૈન્યની જેમ તે નમિ વિનમિની આજ્ઞા વડે વિદ્યાધરાનાં સૈન્યા આવે છે. તેના મોટા કિલકિલ શબ્દ વડે બૈતાઢચપ ત ચારે તરફથી હસતા હોય તેમ, ગના કરતા હોય તેમ, કુટતા હાય એમ લાગે છે. વિદ્યાધરેન્દ્રના સેવકે બૈતાઢચની ગુઢ્ઢાની જેમ સુવ`મય વિશાળ દુંદુભિ વગાડે છે, ઉત્તર દક્ષિણ શ્રેણિના ભૂમિ—ગ્રામ અને નગરના અધિપતિઆ વિચિત્ર રત્નના આભરણવાળા રત્નાકરના પુત્રની જેમ, અસ્ખલિત ગતિવાળા આકાશમાં ગરુડની જેમ નમિ—વિનમિની સાથે તેએની અપર મૂર્તિ હાય એવા ચાલે છે.
કેટલાક માણિકચની પ્રભાથી પ્રકાશિત કર્યા છે દિશાએનાં મુખ જેણે એવાં વિમાના વડે વૈમાનિકદેવાથી નથી દેખાતા ભેદ જેનેા એવા જાય છે, ખીજા જળકણની વૃષ્ટિ કરતા પુષ્કરાવત મેઘ સરખા ગર્જના કરતા ગંધહસ્તિ વડે જાય છે, કેટલાક ચંદ્ર-સૂર્ય વગેરે જયાતિષીઓના આંચકી લીધેલા હાય એવા સુવણૅ રત્નથી રચિત રચે વડે ચાલે છે. કેટલાક આકાશમાં સુંદર રીતે ચાલતા વેગના અતિશય વડે નીકળે છે. કેટલાક શસ્ત્રના સમૂહથી વ્યાકુળ છે હાથ જેના, વજ્રના અખ્તરને ધારણ કરનારા, વાનરની જેમ કૂદકા મારતા પગે ચાલતા જાય છે. વિદ્યાધરાની સેનાથી
હવે તે નમિ અને વિનમિ
ts. ૨૦