________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯૯
પ્રભાતે વાવેલા કુષ્માંડ (હળા) પાલખ અને મૂળા વગેરે દિવસને અંતે ઉત્પન્ન થાય છે. દિવસની શરૂઆતમાં વાવેલા આંબા–કેળા વગેરે ફળ વૃક્ષે, મહાપુરુષના પ્રારંભની જેમ દિવસને અંતે ફળે છે. ત્યાં રહેલા હર્ષિત લેકે આ ધાન્ય–શાક અને ફળે ખાય છે. ઉદ્યાનકીડા માટે ગયેલા મનુષ્યની જેમ સૈન્યના પરિશ્રમને જાણતા નથી. આ પ્રમાણે ભરતરાજા પરિવાર સહિત પિતાના પ્રાસાદમાં રહ્યો હોય તેમ ત્યાં ચર્મરત્ન અને છત્રરત્નની મધ્યમાં સ્વસ્થ રહે છે.
તે વખતે ત્યાં કલ્પાંતકાળની જેવા નિરંતર વરસતા તે નાગકુમારદેવને સાત અહોરાત્ર થયા. - “આ કયા પાપી મને આવા પ્રકારનો ઉપદ્રવ કરવા તૈયાર થયા છે એ પ્રમાણે ભરતરાજાને ભાવ જાણુને, હવે તે સદા પાસે રહેનારા સેળ હજાર યક્ષો સન્નદ્ધ, બાંધ્યાં છે ભાથાં જેણે એવા, દેરી ઉપર ધનુષ્ય ચઢાવી ક્રોધરૂપી અગ્નિ વડે ચારે તરફથી સર્વને બાળી નાંખવા ઈચ્છતા હોય તેમ આવીને મેઘમુખ નાગકુમારને આ પ્રમાણે કહે છે–અરે વરાકે! જડની જેમ તમે પૃથ્વીપતિ ચક્રવતિ ભરતેશ્વરને શું જાણતા નથી ? વિશ્વમાં અજેય આ રાજા ઉપર આ તમારે આરંભ, મહાપર્વતને વિષે હાથીના દાંત પ્રહારની જેમ તમારી જ વિપત્તિને માટે થશે. આમ હોવા છતાં પણ માંકડની જેમ જલદી ચાલ્યા જાઓ, અન્યથા તમારું અત્યંત પૂર્વે ન જવાયેલ અપમૃત્યુ થશે.