________________
શ્રી ઋષભનાશ, ચરિત્ર
ઉદ્ધત આશ્ચરદ્વાળા, વિસ્તાર પામતા એવા પણ આને દિશા-દિશામાં ક્ષણવારમાં ફેંકી દઈએ. એ પ્રમાણે મોટેથી બોલતા, ભેગા થઈને અષ્ટાપદ (એક જાતના પ્રાણુ) મેઘની સામે લડવા ઊઠે, તેમ ભરતરાજા સામે લડવા માટે ઊલ્મ થાય છે.
હવે તે કિરાત પતિઓ કાચબાની પીઠ અને હાડકાના ખંડો વડે બનાવેલા બખ્તરને ધારણ કરે છે. મસ્તક ઉપર ધારણ કરેલા ઊર્વ કેશ વડે રાક્ષસના મસ્તકની શેભાને બતાવતા રીંછ આદિના કેશ વડે ઢંકાયેલા શિરસ્ત્રાણ (ટપાઓ)ને તેઓ ધારણ કરે છે.
તેઓની યુદ્ધની ઉત્કંઠા આશ્ચર્યકારક છે, જેથી મોટા ઉત્સાહ વડે દેહ ઉછુવાસ પામતે હોવાથી બખ્તરની જાળીઓ વારંવાર તૂટે છે, “અમારે શું બીજે રક્ષક છે?' એ પ્રમાણે અમર્ષ (ક્રોધ)ના વશથી જાણે તેઓનાં ઊંચા કેશવાળાં મસ્તક ઉપર શિરસ્ક (ટાપા) રહેતા નથી. કેટલાક કિરાતે, કેપ પામેલા યમરાજાની ભ્રકુટિ સરખા વક શિંગડામાંથી બનાવેલા ધનુષ્યોને દેરી ઉપર ચઢાવી કીડા વડે ધારણ કરે છે. કેટલાક જયલક્ષમીના કીડા કરવાની શય્યા સરખા, સંગ્રામમાં દુર્વાર એવાં ભયંકર ખગેને મ્યાનમાંથી ખેંચે છે, કેટલાક યમના નાના ભાઈ હોય એવા દંડેને ધારણ કરે છે, કેટલાક આકાશમાં કેતુની જેવા ભાલાઓને નચાવે છે, કેટલાક યુદ્ધજ •ઉત્સવમાં આમંત્રિત યમરાજાની પ્રીતિ સંપાદન કરવા