________________
૨૮૮
શ્રી ઋષભનાથ ચરિત્ર ચાટી જઈને રહ્યા કે જેથી ત્યાં પૂર્વે ન હોય તેમ તે કમાડે દેખાય છે.
ગુફામાંથી બહાર નિગમન હવે પ્રથમ આકાશના મધ્યમાંથી સૂર્યની જેમ ચક્રવર્તિની આગળ ચાલતું ચક ગુફાના મધ્યમાંથી નીકળે છે, તે પછી પાતાળના વિવર વડે બલીન્દ્રની જેમ, મેટા તે ગુફાના દ્વાર વડે રાજા નીકળે છે, તે પછી વિધ્યપર્વતની ગુફા જેવી તે ગુફામાંથી નિઃશંક ક્રીડાગમન વડે શોભતા હાથીઓ નીકળે છે, સમુદ્રની મધ્યમાંથી નીકળતા સૂર્યના અશ્વની વિડંબના કરતા અને સુંદર રીતે ચાલતા ગુફામાંથી નીકળે છે. શ્રીમંતેના ઘરના મધ્ય ભાગ જેવી વૈતાદ્યની ગુફામાંથી અક્ષત રથે પણ પિતાના અવાજ વડે આકાશને શબ્દમય કરતા નીકળે છે, તૂટી ગયેલા રાફડાના મુખમાંથી સર્પોની જેમ, ગુફાના મુખમાંથી. મહાઓજસ્વી સૈનિકે પણ એકદમ નીકળે છે. ( આ પ્રમાણે ભરતરાજા બૈતાઢય પર્વતની પચાસ
જન લાંબી તે ગુફાને ઓળંગીને ઉત્તરભરતક્ષેત્રને જીતવા માટે પ્રવેશ કરે છે.
ત્યાં આપાત નામના કિરતે (ભલ્લો) ભૂમિ ઉપર રહેલા દાનવની જેમ અત્યંત મવાળા, પૈસાદાર મહાઓજસ્વી કાંતિવાળા વસે છે. તે નિરંતર મહાપ્રાસાદશયન–આસન અને વાહનવાળા ઘણું સુવર્ણ અને રૂપાવાળા કુબેરના ગોત્રી જેવા છે, ઘણા જીવધન (પશુરૂપી.