________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેવા મ્લેચ્છા પાસેથી લવાયેલા સવ દંડને દંડનાયક ચક્રવર્તિની આગળ મૂકે છે.
હવે ચક્રવતિ વડે પ્રસાદ વડે તે સેનાપતિ સત્કાર કરાયે અને પછી વિસર્જન કરાયેલા તે ષિત થઈ પેાતાના આવાસમાં આવે છે. ભરતરાજા અચેાધ્યાની જેમ ત્યાં રહે છે. ‘સિંહ જ્યાં જાય છે ત્યાં તે જ પેાતાનું સ્થાન થાય છે.’
૨૩
તમિસ્રાગુફાના દ્વારનું ઉદ્ઘાટન
એક વખત રાજા સેનાપતિને ખેાલાવીને આદેશ કરે. છે કે 'તમિસ્ત્રાગુફાનાં બે કમાડને ઉઘાડો.' આ પ્રમાણે સાંભળીને સેનાપતિ રાજાની આજ્ઞાને માળાની જેમ મસ્તકે ગ્રહણ કરીને તમિસ્ત્રાગુફાની નજીક જઈને ઊભો રહે છે.
હવે ત્યાં કૃતમાલદેવને મનમાં કરીને તે સેનાપતિ અટ્ઠમ તપ કરે છે. ખરેખર સર્વ સિદ્ધિએ તપરૂપી મૂલવાળી હાય છે.’ અટ્ઠમ તપ પૂર્ણ થશે તે સેનાપતિ સ્નાન કરીને બે શ્વેત વસ્ત્રને ધારણ કરનારા સ્નાનગૃહમાંથી સરેાવરમાંથી રાજ'સની જેમ નીકળે છે. તે પછી . ક્રીડા કરવાના સુવર્ણકમળની જેમ સુવર્ણ નિમિત ધૂપ-ધાણાને હાથ વડે પકડીને તમિસ્ત્રાગુફાના દ્વાર પાસે પહેાંચે છે. ત્યાં બન્ને કમાડને જોઈને તે પ્રણામ કરે છે. ‘શક્તિમ’ત એવા પણ મહાપુરુષા પ્રથમ શામનીતિના પ્રયાગ કરે છે.’
ત્યાં તે વૈતાઢચ પર્યંત ઉપર કરતી વિદ્યાધરણીઓના