________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૮૧
વાળે તે ચરણના અંગુઠાની સંજ્ઞા વડે હાથીને ચલાવે છે. ભરતરાજાના અર્ધ સૈન્ય સાથે સિંધુ નદીના કાંઠે જઈને ઉછળેલી ધૂળ વડે સેતુબંધ કરતે હોય તેમ ત્યાં રહે છે.
જેને સ્પર્શ કરવાથી બાર એજના સુધી વધે છે, જેને વિષે પ્રભાત સમયે વાવેલાં ધાન્ય દિવસને અંતે ઉત્પન્ન થાય છે, અને જે નદી–દ્રહસમુદ્રના પાણી ઉપર તરવા માટે સમર્થ છે, તે ચર્મરત્નને સેનાપતિ હસ્ત વડે સ્પર્શ કરે છે, તે ચર્મરત્ન પાણી ઉપર નાંખવાથી તૈલની જેમ કુદરતી પ્રભાવથી બંને કાંઠે વિસ્તાર પામે છે.
તે પછી તે સેનાપતિ તે ચર્મરત્ન વડે સેનાની સાથે માની જેમ ઉતરીને નદીના સામે કાંઠે પહોંચે છે. સિંધુનદીના તે સર્વ દક્ષિણ નિકૂટને સાધવા માટે ઇચ્છતે તે સેનાપતિ ત્યાં કલ્પાંતકાળના સમુદ્રની જેમ વિસ્તાર પામે છે. તે પછી ધનુષ્યના અવાજની ગજેના વડે ભયંકર રણમાં ઉત્સુક સિંહની જેમ કીડા માત્રથી જ સિંહલ દેશના લેકોને પરાજય પમાડે છે. બર્બરલેકોને મૂલ્યથી ગ્રહણ કરેલા ચાકરની જેમ વશ કરે છે, ટંકણ લેકોને અશ્વની જેમ રાજચિહ્નવડે અંકિત કરે છે, જળરહિત - રત્નાકરની જેવા રત્ન-માણિક્યથી ભરેલા યવનદ્વીપને તે નરસિંહ લીલામાત્રથી જીતે છે, તે કાલમુખ સ્વેચ્છાને તેવી રીતે જીતે છે કે જેથી ન ખાવા છતાં પણ તેઓ મુખમાં પાંચેય આંગળીઓ નાંખે છે. - તે વિસ્તાર પામતે છતે યેનક નામના ફેર છે