________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૯૩
તે પછી તે બાણ અને અતિઅદ્ભુત એવાં ભેટ/ લઈને તે, ઇંદ્ર જેમ ગષભદેવ સ્વામી પાસે જાય તેમ, ભરતરાજા પાસે જાય છે. તે નમસ્કાર કરીને તેને આ પ્રમાણે કહે છે – હે પૃથ્વીપતિ ! દૂતની માફક તમારા બાણ વડે બોલાવાયેલે હું અહીં આવ્યો છું. હે રાજન ! અહીં આવેલા તમારી પાસે હું જાતે આવ્યો નથી, તેથી અજ્ઞાની એવા મારા દોષને ક્ષમા કરો. કારણ કે અજ્ઞાનતા એ દેષને છુપાવે છે. થાકી ગયેલો જેમ આશ્રમને, તૃષાતુર જેમ પૂર્ણ સરોવરને પામે તેમ હે સ્વામી ! સ્વામીરહિત એવા મને તમે સ્વામી પ્રાપ્ત થયા છે. હે રાજન ! આજથી માંડીને તમારા વડે સ્થાપન કરાયેલે હું અહીં સમુદ્રની મર્યાદાને ધારણ કરનાર પર્વતની જેમ, તમારી મર્યાદાને ધારણ કરનારો રહીશ. એ પ્રમાણે કહીને ભક્તિના સમૂહથી ભરેલો ભરતરાજાની આગળ થાપણ તરીકે મૂકેલા હોય એવા તે બાણને ઑપે છે. તેમ જ સૂર્યની પ્રભા વડે ગુંથ્યા હોય એવા, કાંતિથી પ્રકાશિત કર્યો છે દિશાઓનાં મુખ જેણે એવા રત્નમય કદરાને તે ભારતરાજાને આપે છે, તેમ જ ભરતરાજાની આગળ લાંબા સમયથી એકઠા કરેલા પિતાના યશના રાશિની જેવા ઉજજવળ મોતીઓના રાશિને ભેટ કરે છે, તેમ જ રાજાને, નિર્મળ ઉદ્યોતની કાંતિવાળા, રત્નાકરના સર્વસ્વની જેવા ૨નના ઢગલા ભેટ કરે છે.
રાજા તે સર્વ ગ્રહણ કરે છે. વરદામપતિ ઉપર .
ઋ. ૧૮