________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૨૬૩
લક્ષ્મીના સિંહાસન જેવા નવા દર્ભના સંથારાને વાપરે છે, માગધતીર્થકુમારદેવને મનમાં કરીને તે અર્થસિદ્ધિના પ્રથમ દ્વાર સમાન અઠમભક્તને સ્વીકારે છે. શ્વેત વસ્ત્રો પહેરી, છોડી દીધા છે નેપથ્યમાળા અને વિભૂષણ જેણે એવો તે પુણ્યનું પિષણ કરવામાં ઔષધ સમાન એવા પૌષધવ્રતને ગ્રહણ કરે છે, તે દર્ભના સંથારામાં પૌષધમાં જાગતે તે રાજા મોક્ષપદમાં સિદ્ધની જેમ નિશ્ચલ રહે છે. અઠમતપને અંતે પૂર્ણ કર્યો છે પૌષધ જેણે એ તે રાજા પૌષધશાળામાંથી શરઋતુના વાદળામાંથી સૂર્યની જેમ અધિક કાંતિવાળ નીકળે છે. તે પછી સ્નાન કરીને સર્વ અને સંપાદન કરવામાં કુશળ એવે તે રાજા વિધિપૂર્વક બલિવિધિ કરે છે. “વિધિને જાણનારા વિધિને ક્યારે પણ ભૂલતા નથી.
જંગમ પ્રાસાદની જેમ, ઊંચા પતાકા–દવજ અને સ્તંભવાળા, શસ્ત્રાગારની જેમ અનેક શસ્ત્રોની શ્રેણિથી વિભૂષિત, ચાર દિશાની વિલક્ષ્મીને બોલાવવા માટે જાણે મોટેથી ત્રણત્કાર કરનાર સુંદર ચાર ઘંટડીઓને ધારણ કરનાર, પવનની જેવા વેગવાળા, સિંહની જેવા ધીર એવા અશ્વો વડે જોડાયેલા રથમાં રથિઓમાં શ્રેષ્ઠ એ ભરતરાજા બેસે છે.
ઇંદ્રના માતલિ સારથિ જે રાજાના ભાવવિશેષને જાણનાર સારથિ દોરી ચલાવવા માત્રથી અશ્વોને ચલાવે છે.
મહાગજરૂપી પર્વતના સમૂહવાળે, મહાશકટ