________________
૨૫૮
શ્રી ઋષભનાથ ચરિત્ર
જેમ સર્વદા ચારે બાજુ પાસે રહેલા ભક્ત એવા સોળ હજાર યક્ષેથી પરિવરે, ઊંચા કુંભસ્થળરૂપ શિખર વડે ઢાંકી દીધાં છે દિશાઓનાં મુખ જેણે એવા હરિત્ન ઉપર, ઇંદ્ર જેમ અરાવત હાથી ઉપર ચઢે તેમ ચઢે છે.
તે વખતે મેટી ગર્જના કરતે તે ગજરાજ પ્રચંડ મદની ધારા વડે બીજા મેઘની જે થો.
હાથ ઊંચા કરીને આકાશને પલ્લવિત કરતા હોય તેમ બંદિઓને સમૂહ એકી સાથે યજય શબ્દ કરે છે.
હવે તાડન કરાતે દુંદુભિ મેટેથી અવાજ કરતો, મુખ્ય ગાયક જેમ ગાનારીઓને ગવરાવે તેમ દિશાઓને ગજાવે છે.
સમસ્ત સૈનિકોને બોલાવવા માટે દૂતી સરખાં બીજાં પણ માંગલિક શ્રેષ્ઠ વાજિંત્રો વાગે છે.
ધાતુસહિત પર્વતની જેવા હોય એવા સિંદુરને ધારણ કરતા હાથીઓ વડે, અનેક રૂપને ધારણ કરતા રેવંત અશ્વના ભ્રમને કરનારા અશ્વો વડે, પિતાના મનોરથની જેવા મહારથ વડે, સિંહના જેવા વશવતી મહાપરાકમવાળા પાયદળ સાથે રાજા સૈન્યથી ઉડેલી ધૂળ વડે દિશાને વસ્ત્રની જેમ પ્રચ્છાદન કરે તે પ્રથમ પૂર્વ દિશા તરફ ચાલે છે.
ચકવતિના રસ્તે તે સમયે એક હજાર યક્ષથી અધિષ્ઠિત ચક્રરત્ન સૂર્યના બિંબની માફક આકાશમાં ચાલતું સેનાની આગળ