________________
૫૦
શ્રી ઋષભનાથ સ્ત્રિ
ચતુર્વિધ સંઘની અને ગણધરેની સ્થાપના
ભરતરાજાએ અનુજ્ઞા આપવાથી બ્રાહ્મી દિક્ષા ગ્રહણ કરે છે. પ્રાયઃ કરીને લઘુકમી આત્માઓને ગુરુને ઉપદેશ નિમિત્ત માત્ર જ હોય છે. બાહુબલિએ અનુજ્ઞા આપી છે જેને એવી, વ્રત-ગ્રહણની ઈચ્છાવાળી સુંદરી ભરતે નિષેધ કરવાથી પ્રથમ શ્રાવિકા થઈ. ભરતરાજા. પ્રભુના ચરણકમળમાં શ્રાવકપણું સ્વીકારે છે. કારણ કે ભેગ છે ફળ જેનું એવું કર્મ ભેગવ્યા વિના વ્રત સંભવતું નથી. મનુષ્ય-તિર્યંચ અને દેવામાં કેટલાક તે વખતે વ્રત ગ્રહણ કરે છે, બીજા કેટલાક શ્રાવકપણું સ્વીકારે છે અને બીજા સમ્યકૃત્વ ગ્રહણ કરે છે.
કચ્છ અને મહાકચ્છને છેડીને બીજા રાજતાપસે હતા તે સ્વામીની પાસે આવીને હર્ષ સહિત દીક્ષા ગ્રહણ
પુંડરીક વગેરે સાધુઓ, બ્રાહ્મી વગેરે સાધ્વીએ, ભરત વગેરે શ્રાવકે અને સુંદરી વગેરે શ્રાવિકાઓ, આ પ્રમાણે ચતુર્વિધ સંઘની આ વ્યવસ્થા તે વખતે ત્યાં થઈ. ધર્મના પરમપ્રાસાદસ્વરૂપ આ વ્યવસ્થા આજ સુધી. વર્તે છે.
તે વખતે ગણધર નામકર્મવાળા, બુદ્ધિશાળી ઋષભસેન વગેરે ચોર્યાસી મુનિવરને સર્વ પ્રવચનની માતારૂપ ઉત્પાદ-વ્યય અને પ્રવ” એ પ્રમાણે પવિત્ર ત્રિપદી. જગન્નાથ બતાવે છે. તે પછી તેઓ તે ત્રિપદીને અનુ.