________________
૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
પ્રભાથી પ્રકાશતા, સુવર્ણકમળ ઉપર રહેલા ધર્મચકને વિફર્વે છે. ત્યાં બીજું પણ જે તે સર્વ વ્યંતરદેવે કરે છે. કારણ કે સાધારણ સમવસરણમાં તે દેવે અધિકારી છે.
હવે પ્રભાતકાલે ચારે પ્રકારના કોડ દેવે વડે પરિવરેલા ભગવાન સમવસરણમાં જવા માટે ચાલે છે. ત્યારે દેવ હજાર પાંદડાવાળા સુવર્ણમય નવકમળ રચે છે, અને રચીને સ્વામીની આગળ સ્થાપે છે, પ્રભુ તેઓમાંના બબ્બે સુવર્ણકમળ ઉપર પદન્યાસ કરે છે. દેવે બાકીને કમળોને જલદી જલદી આગળ સંચાર કરે છે, એ પ્રમાણે ચાલતા સ્વામી પૂર્વ દ્વારેથી સમવસરણમાં પ્રવેશ કરે છે, તે પછી જગતના નાથ ચૈત્યવૃક્ષને પ્રદક્ષિણા કરે છે. “નમો તિરસ ” ( તીર્થને નમસ્કાર થાઓ) એ પ્રમાણે કહીને જગતના મેહરૂપ અંધકારને નાશ કરવા માટે, સૂર્ય જેમ પૂર્વાચલમાં ચઢે તેમ પૂર્વ દિશા તરફ મુખવાળા પ્રભુ સિંહાસન ઉપર ચઢે છે. તે વખતે બીજી ત્રણ દિશામાં વ્યંતર દેવ રત્ન સિંહાસન ઉપર રહેલા ત્રણ ભગવંતના પ્રતિબિંબ કરે છે. તે દેવે પ્રભુના અંગુઠાનું સરખું રૂપ પણ કરવા માટે સમર્થ નથી, પરંતુ તે પ્રતિબિંબો સ્વામીના પ્રભાવથી પ્રભુનારૂપ સરખા થાય છે.
તે વખતે પ્રભુના મસ્તકના પાછલા ભાગમાં પ્રકાશમય ભામંડલ પ્રકટ થાય છે. જેની આગળ સૂર્યનું મંડલ ખોત (ખજુઆ) જેવું લાગે. આકાશમાં પ્રતિ શબ્દ (પડઘા) વડે ચારેય દિશાઓને અત્યંત વાચાળ કરતે મેઘની જે ગંભીર દુંદુભિ અવાજ કરે છે. ધર્મમાં આ ભગવાન