________________
શ્રી કષભનાથ ચરિત્ર
૨૧૯
ચાર દિશામાં રત્ન-માણિક્ય અને હિરણ્ય વડે તેણે વિક છે.
ત્યાં રહેલી રત્નમય પુતળીઓ, એક બીજાના દેહમાં સંક્રાન્ત થયેલ છે પ્રતિબિંબ જેના એવી સખીઓ વડે આલિંગન કરાયેલી હોય એવી શોભે છે. તેમાં સિનગ્ધ ઇન્દ્રનીલમણિથી ઘડેલા મગરો તે, નાસી જતા કામદેવે ત્યાગ કરેલા પિતાના ચિહ્નના બ્રમને આપતા હોય તેમ શેભે છે. ત્યાં શ્વેત છત્રો ભગવંતને કેવળજ્ઞાન થવાથી ઉત્પન્ન થયેલ હર્ષ વડે દિશાઓના હાસ્યની જેમ શોભે છે. ત્યાં ધ્વજે અતિપ્રમોદથી પિતાની મેળે નાચવા ઇચ્છતી ભૂમિદેવીની ઊંચી કરેલી ભુજાઓની જેમ શોભે છે. તે તેરણોની નીચે બલિપટ્ટને વિષે હોય એવા સ્વસ્તિક વગેરે. આઠ મંગળનાં ચિહ્નો શેભે છે.
તે સમવસરણમાં વૈમાનિક દેવે રત્નગિરિમાંથી લાવેલ, મેખલાની જેવા, ઉપરના પ્રથમ રત્નમય ગઢને બનાવે છે, અને તેની ઉપર જુદા જુદા પ્રકારના મણિમય કાંગરા, કિરણે વડે આકાશને ચિત્રવર્ણમય વસ્ત્રને કરતા હોય તેમ શેભે છે.
જ્યોતિષ્કદેવે ત્યાં મધ્યભાગમાં પિંડરૂપે થયેલા દેહને તેજની જેમ સુવર્ણ વડે બીજા ગઢને કરે છે, અને તેની ઉપર સુર–અસુરની વચ્ચેના મુખ જેવા માટે રનના દર્પણ હોય એવા રત્ન વડે કાંગરા બનાવે છે.
બાહ્યભાગમાં ભવનપતિ દેવોએ ભક્તિ વડે રૂપાને :