________________
- ૧૯ આ સર્વને જુદાં જુદાં દૃષ્ટિબિન્દુથી વિચારીએ તે કેટલે વિચાર કરી શકાય. તે વિકસિત ક્ષપશમવાળાને સમજવું કઠિન નથી. આમ આ ચરિત્રને સારી રીતે વાંચી-વિચારી-વાળીને જીવે નિજની ઉત્તમતામાં વધારે કરે. અને મેક્ષમાર્ગમાં વેગથી આગળ વધતા રહે તો “સિરિ ઉસહનાહચરિય”ના કર્તા સ્વર્ગમાં પણ પ્રીણિત થશે. તેને ગૂર્જર અનુવાદ કરનારા પંડિત કપૂરચંદભાઈ રણ છેડભાઈ વારૈયા પિતાના શ્રમને સાર્થક સમજશે. અને પ્રકાશક વગેરે અનેક હાથે આમાં ઉપયુક્ત બન્યા છે. તેઓ સર્વે શ્રેય માં સહભાગી બની ઉલ્લસિત થશે. સં. ૨૦૩૩
વિજયધર્મધુરન્ધરસૂરિ ૌત્ર સુદ ૮ સોમ
જૈન ઉપાશ્રય-પાંજરાપોળ તા. ૨૮-૩-૧૯૭૭.
અમદાવાદ.