________________
શ્રી ઋષભનાથ ચરિત્ર તેઓ ચારણ શ્રમણ પાસેથી ધર્મદેશના ઊંચા કાનવાળા યુવાન હરણ જેમ ગીત સાંભળે તેમ સાંભળે છે.
આ પ્રમાણે તે સમ્યગ્દર્શનવાળા, અક્ષીણ ભંડારવાળા, વિદ્યાધરીઓના સમૂહથી પરિવરેલા, ધર્મ–અર્થ અને કામની અબાધાપૂર્વક રાજ્યનું પાલન કરે છે.
તે કચ્છ અને મહાકચ્છ વગેરે રાજતાપસે ગંગાના દક્ષિણ કિનારે, હરણની જેમ વનમાં ફરતાં, જગમવૃક્ષની જેમ વલ્કલ વસ્ત્ર ધારણ કરનારા, ઉદ્ધાન્ત (વમન)ની જેમ ગૃહસ્થને આહારને સ્પર્શ ન કરતાં, ચતુર્થ, છઠ્ઠ આદિ તપ વડે સુકવી નાંખી છે ધાતુઓ જેની એવા અત્યંત કૃશ, ખાલી કરેલી ભસ્ત્રા (મશક)ની જેવા દેહને ધારણ કરતા, પારણાને દિવસે જીણ પત્ર અને ફળને ખાતા હૃદયની અંદર ભગવંતના ચરણ કમળનું ધ્યાન કરતાં, નથી બીજું શરણ જેને એવા તેઓ રહે છે. ઋષભપ્રભુની પ્રથમ ભિક્ષા અને શ્રેયાંસકુમારનું પ્રથમ દાન
ભગવંત પણ આર્ય—અનાર્ય દેશોમાં નિરાહાર મીન વડે એક વર્ષ સુધી વિહાર કરતાં આ પ્રમાણે વિચારે છે.
તેલ વડે દીવાની જેમ, પાણી વડે વૃક્ષની જેમ પ્રાણીઓના શરીરે આહાર વડે જ વતે છે. બેંતાલીશ ભિક્ષાને દેષ વડે અદેષિત આહાર માધુકરી વૃત્તિ વડે રોગ્ય કાળે સાધુએ ગ્રહણ કરે જોઈએ. અતિક્રાંત દિવસની જેમ આજે પણ જે હું આહાર ગ્રહણ ના