________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિદ્યાવડે ઉન્મત્ત વિદ્યાધરો દુર્નય ન કરે” તેથી ધરણેન્દ્ર તેઓને મર્યાદા બતાવે છે.
વિદ્યાધરની મર્યાદા જિન, જિનચૈત્ય તેમજ ચરમશરીરી અને પ્રતિમા સ્વીકારેલા અનગારોનું વિદ્યાવડે દુમત્ત થયેલા જે વિદ્યાધરો પરાભવ અને ઉલ્લંઘન કરશે. તેઓને વિદ્યાઓ પ્રમાદી માણસની લક્ષ્મીની જેમ ત્યાગ કરશે. તેમજ જે સ્ત્રીને અને નયુગલને હણશે તેઓને, અને જેઓ નહીં ઈચ્છતી સ્ત્રીને સાથે ક્રીડા કરશે, તેઓને વિદ્યાઓ ક્ષણવારમાં ત્યાગ કરેશે.” એ પ્રમાણે મર્યાદા મોટેથી સંભળાવીને “આ ચંદ્ર-સૂર્ય સુધી હે,” એમ વિચારીને તે મર્યાદાને રત્નભીંતની પ્રશસ્તિમાં લખે છે.
તે પછી તે નમિ-વિનમિતે વિદ્યાધરના પતિપણામાં સ્થાપન કરીને, વ્યવસ્થા કરીને તે ધરણેન્દ્ર અંતર્યાન થયા.
પિત–પતાની વિદ્યાના નામ વડે સેળ નિકાય પ્રસિદ્ધિ પામ્યા. તે આ પ્રમાણે ગૌરી નામની વિદ્યાની આરાધના વડે ગૌરેય, મનુવિદ્યાની આરાધના કરનારા મનુ, ગાંધારી વિદ્યાની આરાધના કરનારા ગાંધાર, માનવી વિદ્યાની આરાધના કરનારા માનવ, કૌશિકી વિદ્યાના ઉપસક કૌશિક, ભૂમિતુંડા વિદ્યાના આરાધક ભૂમિતુંડક, મૂલવીય વિદ્યાના આરાધક મૂલવીયક, શંકુકા વિદ્યાને ઉપાસક શંકુક, પાંડુકી વિદ્યાના આરાધક પાંડુક, કાલી