________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
બનાવીને, તેમાં ચઢીને નાગરાજ સાથે ચાલ્યા. પહેલાં તેઓ પોતાના પિતા કચ્છ-મહાકચ્છની પાસે જઈને સ્વામીની સેવારૂપ વૃક્ષના ફળરૂપ નવી સંપદાની પ્રાપ્તિ જણાવીને તે પછી તેઓ અધ્યાના પતિ ભરતને પિતાની ઋદ્ધિ બતાવે છે. ખરેખર માની પુરુષોને સ્થાને બતાવેલી માનસિદ્ધિ સફળ થાય છે. પછી તેઓ પોતાના સ્વજન અને સર્વ પરિવારને શ્રેષ્ઠ વિમાનમાં ચઢાવીને વૈતાઢય પર્વત તરફ નીકળ્યા.
વતાઢય પર્વત અનુક્રમે જતાં તેઓ આવા પ્રકારના વૈતાદ્ય પર્વત પાસે આવે છે –
પતભાગે લવણ સમુદ્રના તરંગેના સમૂહ વડે ચુંબિત, પૂર્વ અને પશ્ચિમ દિશાના માનદંડની જેમ રહેલા, ભરતના દક્ષિણ અને ઉત્તર ભાગની સીમારૂપ, પચાસ એજન દક્ષિણ અને ઉત્તર દિશાએ વિસ્તીર્ણ, સવા છ જન પૃથ્વીતલમાં ઊંડે, પચીશ એજનની ઊંચાઈવાળો, દુરથી હિમવંત પર્વતે પ્રસારેલ હાથ જેવી ગંગા અને સિંધુ નદી વડે ચારે તરફથી આશ્લિષ્ટ ભરતાની લક્ષ્મીના કીડા કરવાના વિશ્રામ ગૃહ જેવી ખંડપ્રપાતા અને તમિસ્રા નામની ગુફાને ધારણ કરતા, ચૂલિકા વડે મેરુ પર્વતની જેમ શાશ્વત પ્રતિમા સહિત સિદ્ધાયતન ફૂટ વડે અતિ અદ્ભુત શોભાવાળા, દેવામાં નવા રૈવેયકની પેઠે નાના રત્નમ અત્યંત અદ્દભુત કીડાના