________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૮૯
નિદ્રાથી પરાભૂત એવા આપણે ક્યાં ? નિત્ય નહીં બેસનારા એવા એ ક્યાં? અને બેસવામાં પાંગળા સરખા એવા આપણે ક્યાં ?
સમુદ્ર ઉલ્લંઘનની વિધિમાં ગરુડનું અનુકરણ કરતા કાગડા સરખા આપણે સ્વામીના વ્રતગ્રહણમાં આ અનુગમન કર્યું. આજીવિકા નિમિત્ત શું હવે પિતાના રાજ્યોને ગ્રહણ કરીએ? અથવા તે રાજ્ય તે ભરતે ગ્રહણ કર્યા છે, આથી હવે ક્યાં જઈએ? અથવા આજીવિકા માટે ભરત. પાસે જ શું જઈએ ? પ્રભુનો ત્યાગ કરીને ત્યાં જવાથી પણ આપણને તેનાથી ભય થાય; તેથી હે આર્યો! પહેલાં પણ તમે હંમેશાં પ્રભુની પાસે રહેનારા તેમના ભાવને જાણનારા હતા, તેથી કાર્યમાં વિમૂઢ થયેલા અમારે શું કરવું ? તે આજે કહો.
તેઓ પણ આ પ્રમાણે કહે છે કે–જે સ્વયંભૂરમણ. સમુદ્રને તાગ (તળ) મેળવાય તે સ્વામીને ભાવ જણાય.. આગળ પણ સ્વામીએ બતાવેલ કાર્યને જ અમે હંમેશાં કરતા હતા. હમણાં કર્યું છે મૌનવ્રત જેણે એવા પ્રભુ કાંઈપણ બતાવતા નથી. જેમ તમે જાણતા નથી તેમ અમે પણ જાણતા નથી. સર્વની સમાનગતિ છે. તમે કહો આપણે શું કરીએ? - હવે તે સર્વે ભેગા થઈને વિચાર કરીને ગંગાના કાંઠે રહેલા વનમાં ગયાં, ત્યાં ઈચ્છા પ્રમાણે કંદ, મૂળ, અને ફલ ખાવા લાગ્યા. તે કાળથી આરંભીને વનવાસી