________________
ભરેલી છે. સ્વભાવ સુન્દર એ કથા મન દઈને વાંચવામાં આવે તે વાચકને એ ખેંચી રાખે છે કે પૂર્ણ કર્યા વગર તે તેની પકડમાંથી છૂટી શકતું નથી.
શ્રી ઋષભદેવ પરમાત્માનાં ચરિત્ર ઘણું લખાયેલાં છે. નાનાં-મોટાં એ ચરિત્રો ઘણાં ખરાં સુલભ છે. છતાં પ્રસ્તુત પુસ્તક એમાં એકને વધારો કરે છે એવું વાચકને નહીં લાગે. નહીં લાગે તેનાં મુખ્ય કારણ એ પણ છે કે એકની એક વાત જુદી જુદી કહી શકાય છે. ને એક રૂપે કહેવાય તે પણ કહેનાર અને સાંભળનાર રસવાળા હોય છે ત્યારે તેની મજા વધતી રહે છે. ધનસાર્થવાહના ભવમાં સમ્યકત્વ પામ્યા ત્યારથી આરંભીને અષ્ટાપદપર્વત પર ૧૦૮ સાથે મોક્ષે પધાર્યા ત્યાં સુધીમાં કેવળજ્ઞાન ગમ્ય અનન્તા પ્રસંગો બની ગયા. તેમ છતાં મતિયુતથી જાણી શકાય અને વર્ણવી શકાય એવા પ્રસંગો એટલો છે કે જે વિસ્તારથી તેને એક એક પ્રસંગને વર્ણવામાં આવે, વિચારવામાં આવે, અનુપ્રેક્ષાનો વિષય બનાવવામાં આવે તે વર્તમાન સમયના આયુષ્યની વાત તે ક્યાં રહી, મનુષ્યભવનું સારું ગણાતું એવું આયુષ્ય પણ ઓછું પડે. . આ અંગે થોડું દર્શન કરીએ તે પ્રથમ ભવ ધનસાર્થવાહને છે. તેમાં
- (૧) મહાવિદેહક્ષેત્ર, તેનો પશ્ચિમ વિભાગ ત્યાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામે નગર.