________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૭૩
કોઈક સન્મુખ રહેલી કાતર નેત્રવાળી સ્ત્રી સાથે હીંચકા ઉપર ચઢેલો તેણના ગાઢ આલિંગનની ઈચ્છા વડે હીંચકાને ગાઢપણે હીંચેળે છે. કેટલાક યુવાને ઉદ્યાનના વૃક્ષને વિષે દરેક શાખાએ હીંચકા હીંચકવાની કીડા વડે વાંદરાઓની માફક શોભે છે.
ઋષભદેવ પ્રભુને વૈરાગ્ય હવે ત્યાં ઉદ્યાનમાં આ પ્રમાણે નગરજને કીડા કરતા છતાં સ્વામી વિચારે છે : બીજે કઈક સ્થળે આવી કીડા શું જોઈ છે? હવે સ્વામી અવધિજ્ઞાન વડે પિતે પૂર્વે ભગવેલા ઉત્તરોત્તર અનુત્તર દેવલેક પયતના સ્વર્ગના સુખને જાણે છે.
ફરીથી ગળી ગયા છે મોહના બંધન જેના એવા સ્વામી વિચારે છે : વિષયમાં વ્યામૂઢ થયેલ આ લેક પિતાના હિતને જાણતા નથી તેને ધિકકાર હે. અહો! આ સંસારરૂપી કૂવામાં જીવો કર્મવડે અરઘટ્ટ ઘટી ન્યાય વડે ગમનાગમનની ક્રિયા કરે છે. તે મેહાંધ મનવાળા પ્રાણીઓને ધિક્કાર હો, જેઓનો આ જન્મ સુતેલાની રાત્રિની માફક સર્વથા ફેગટ જ જાય છે. આ રાગ-દ્વેષ અને મેહ જેના ઉદય પામતા ધર્મને, ઉંદરે જેમ વૃક્ષને કાપે તેમ મૂળમાંથી કાપી નાંખે છે. અહો ! મૂઢમાણસ ન્યગ્રોધ (પીંપળા) વૃક્ષની જેમ ક્રોધને વધારે છે, પરંતુ તે પિતાને વૃદ્ધિ પમાડનારને મૂળમાંથી ખાઈ જાય છે. હાથી ઉપર ચઢેલા મહાવતની જેમ માન ઉપર