________________
૧૬૬
શ્રી ઋષભનાથ ચરિત્ર
અગ્નિ અમને કાંઈપણ આપતું નથી, પેટભરાની જેમ એકલો જ નાંખેલી બધી ઔષધિઓને ખાઈ જાય છે.
તે વખતે પ્રભુ પણ હાથીના સ્કંધ ઉપર ચઢેલા હતા, તે તેઓની પાસે લીલા માટીના પિંડને મંગાવે છે. હાથીના કુંભ સ્થળ ઉપર માટીના પિંડને સ્થાપન કરીને હાથવડે વિસ્તારીને ભાજન (પાત્ર) બનાવે છે. આ પ્રમાણે શિમાં પ્રથમ કુંભકારશિલ્પ સ્વામીએ તેઓને બતાવ્યું.
સ્વામી કહે છે કે આ રીતે બીજા પણ પાત્રો બનાવીને અગ્નિની ઉપર તેઓને રાખીને તેમાં ઔષધિઓ પકા, તે પછી ખાઓ. તેઓ પણ સ્વામીની આજ્ઞા પ્રમાણે તે પ્રમાણે કરે છે. ત્યારથી માંડીને પ્રથમ શિલ્પી. કુંભાર થયા.
જગત્પતિનું શિલ્પકલા આદિનું કથન
જગ...ભુ ઘર આદિના નિર્માણ માટે સુથાર અને લુહારનું નિર્માણ કરે છે. મહાપુરુષનું સર્જન વિશ્વના સુખસંપાદન માટે હંમેશાં થાય છે. લોકોને વિવિધ ચિત્ર કર્મની કીડાના વિનદ માટે ઘર આદિમાં ચિત્રકર્મ કરવા માટે તે પ્રભુ ચિત્રકારોનું નિર્માણ કરે છે. જોકે માટે વસ્ત્ર કરવા માટે વણકરનું નિર્માણ કરે છે. ખરેખર ! તે વખતે સર્વ કલ્પવૃક્ષના સ્થાને પ્રભુ જ કલ્પવૃક્ષ હતા.
" આ પ્રમાણે એ પાંચે ય શિલ્પ દરેક વિશ–વિશ ભેદથી ભિન્ન હોવાથી સો શિલ્પકમાં નદીઓના પ્રવાહની