________________
૧૬૪
શ્રી ઋષભનાથ ચરિત્ર
અશ્વોને ધારણ કરે છે. તે નાભિનંદન પ્રભુ સુશ્લિષ્ટ કાષ્ઠથી ઘડેલા રથાને ભૂમિ ઉપર રહેલા વિમાનની જેમ નિર્માણ કરે છે. તે નાભિપુત્ર પેાતાના ચક્રવતીના ભવની જેમ સારી રીતે પરીક્ષા કરેલા પરાક્રમવાળા પાયદળના સૈનિકેાના સંગ્રહને કરે છે. તેમાં નવીન મહારાજ્ય રૂપી પ્રાસાદના સ્તંભ જેવા મહાબળવાન સેનાધિપતિઓને સ્થાપે છે. તે તે વસ્તુઓના ઉપયાગમાં કુશળ એવા જગત્પતિ ગાય, બળદ, ઉટ, મહિષ, અશ્વતર (ખચ્ચર) વગેરેનો સંગ્રહ કરે છે.
તે વખતે કલ્પવૃક્ષેા વિચ્છેદ પામ્સે થકે લેાકેા કંદ, મૂળ અને ફળ ખાય છે, તેમજ ઘાસની જેમ પેાતાની. મેળે ઉત્પન્ન થયેલ શાલિ (ચાખા), ઘઉં, ચણા અને. મગ વગેરે વનસ્પતિઓને પકાવ્યા વિના (કાચી ) ખાય છે. તે આહાર ન પચવાથી તે યુગલિક મનુષ્યેા વડે વિજ્ઞપ્તિ કરાયેલ પ્રભુ કહે છે કે હાથવડે તે વનસ્પતિઆને મસળીને તેની છાલ દૂર કરીને હમણાં ખાઓ. તે સાંભળીને જગત્પતિના ઉપદેશ મુજબ તેવી રીતે ખાવા છતાં પણ ઔષધિએ કઠિન હાવાથી તે આહાર પણ પચતા નથી.
ફરીથી તેઓએ વિનંતિ કરવાથી સ્વામી કહે છે કેતે વનસ્પતિઓને હાથથી મસળીને પાણી વડે ભી'જવીને પાંદડાના પડિયામાં રાખીને ખાઓ. તેઓ તેવી રીતે કરે. છે. તા પણ તેને અજીણુ આહારની તેવા પ્રકારની