________________
૧૬૨
શ્રી ઋષભનાથ ચરિત્ર
એ સમયે યુગલિક મનુQા પણ કમળપત્રમાં પાણી લઈ ને આવ્યા. સ અલંકારો વડે વિભૂષિત પ્રભુને જોઈ ને જાણે અર્ધ્ય આપવા માટે ઊભા હાય તેમ પ્રભુની આગળ ઊભા રહે છે. દિવ્ય નેપથ્ય અને વસ્ત્રાભરણથી અલંકૃત પ્રભુના મસ્તક ઉપર જળ નાખવું યુક્ત નથી એમ વિચારીને પ્રભુના ચરણ ઉપર જળ નાંખે છે.
વિનીતા નગરીનું નિર્માણ
આ સારા વિનયગુણુ સપન્ન છે, તેથી ઇદ્ર પ્રભુની વિનીતા નામની નગરીનું નિર્માણ કરવા કુબેરદેવને આદેશ કરીને દેવલાકમાં ગયેા. તે કુબેર ખાર ચેાજન લાંખી અને નવચેાજન વિસ્તારવાળી, જેનું અચેાધ્યા ખીજું નામ છે એવી વિનીતા નગરીને રચે છે. તે યક્ષરાજ તે નગરીનું નિર્માણ કરીને અક્ષય વસ્ર-નેપથ્ય-ધન-ધાન્ય વડે તે નગરીને ભરી દે છે.
તે નગરીમાં ભીંત વિના પણ આકાશમાં વા-ઈંદ્રનીલવૈડૂ –અને મણિમય પ્રાસાદના ર'ગ–એર'ગી કિરણા વડે ચિત્ર કમ રચાય છે. ત્યાં ઊંચા સુવણુ મય પ્રાસાદો વડે વજના બહાનાથી મેરુપર્વતના શિખરો નવીન પત્રતં”નની લીલાને વિસ્તારે છે. તે નગરીના કિલ્લામાં ઉદ્દીપ્ત માણિકચના કાંગરાઓની પરંપરા ખેચરાની સ્ત્રીઓને યત્ન વિના આરીસાપણાને પામે છે, ત્યાં હાટ અને પ્રાસાદોમાં ઊંચા કરેલા રત્નના ઢગલાઓને જોઈને આ રાહણાચલ તેની આગળ નાના શિખર જેવો લાગે છે. ત્યાં ધરની