________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૫૯
તે પછી સ્વામી અનાસક્ત હોવા છતાં પણુ અને સ્ત્રીઓ સાથે ભાગે ભાગવતા ચિરકાળ સુધી વિચરે છે. સાતા વેદનીય ક` પણ ખરેખર ભાગળ્યા વિના ક્ષય પામતું નથી.
જિનેશ્વરને ભરત આદિ પુત્રાની ઉત્પત્તિ
હવે વિવાહ પછી તેની સાથે પાંચ ઇન્દ્રિચાના વિષય સુખને ભાગવતા પ્રભુને કાંઈક ન્યૂન છ લાખ પૂ ગયે છતે સર્વાર્થ સિદ્ધ વિમાનમાંથી બાહુના જીવ અને પીઠના જીવ ચવીને સુમંગલા દેવીની કુક્ષીમાં યુગલપણે ઉત્પન્ન થયા. તેમજ સુખાહુ અને મહાપીઠના જીવ સર્વાર્થ સિદ્ધથી ચ્યવીને સુન દા દેવીની કુક્ષીમાં અવતર્યા. તે વખતે સુમંગલા ગર્ભના પ્રભાવને કહેનારા ચૌદ મહાસ્વપ્ના મરુદેવીની જેમ જુએ છે.
હવે તે સુમંગલા દેવી પેાતાના સ્વામીની આગળ તે સ્વપ્નનુ સ્વરૂપ કહે છે. પ્રભુ પણ “ તમને ચક્રવતી પુત્ર થશે ” એ પ્રમાણે કહે છે.
હવે ચાગ્ય સમયે શુભ દિવસે સુમ'ગલા સ્વામિની પૂર્વ દિશા સૂર્ય અને સધ્યાને જેમ જન્મ આપે તેમ પાતાની કાંતિથી પ્રકાશિત કર્યા છે દિશાએનાં મુખ જેણે ' એવા ભરત અને બ્રાહ્મીરૂપી પુત્ર-પુત્રી યુગલને જન્મ આપે છે. તેમજ સુનંદા દેવી વર્ષા ઋતુ મેઘ અને વીજળીને જન્મ આપે તેમ સુંદર આકૃતિથી યુક્ત બહુમતી અને સુદરીરૂપ અપત્યયુગલને જન્મ આપે છે. હવે અનુક્રમે