________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૫૫
વસ્ત્રવડે આકર્ષણ કરાતા પ્રભુ માતૃગૃહ (માયરા)માં જાય છે. ત્યાં મીંઢળવડે ઉપરોભિત હસ્તસૂત્ર વધૂ-વરના હાથોમાં બાંધે છે.
હવે મેરુપર્વતની શીલા ઉપર સિંહની જેમ માતૃદેવીઓની આગળ ઉચ્ચ સુવર્ણના આસન ઉપર સ્વામી બેસે છે.
તે પછી દેવીએ શમી અને અશ્વત્થ (પીપળા) વૃક્ષની છાલ પીસીને કન્યાઓના હાથમાં હસ્તક્ષેપ કરે છે. તે પછી વ્યાકુળતા રહિત પ્રભુ શુભલગ્નના ઉદયે તે કન્યાએના હસ્તાલેપયુક્ત હાથને હાથ વડે ગ્રહણ કરે છે. તે વખતે હસ્તસંપુટના મધ્યમાં રહેલા હસ્તાલેપની અંદર. ઇંદ્ર ત્યાં મુદ્રિકાને નાંખે છે. તે વખતે બને હાથમાં ગ્રહણ કરાયેલી તે કન્યાઓ સાથે પ્રભુ બે શાખામાં લાગેલી લતાઓ વડે વૃક્ષ જેમ શેભે તેમ પ્રભુ શોભે છે. તારામેલક પર્વ વખતે વધૂ-વરની દષ્ટિ સાગર અને સરિતાના પાણીની જેમ એકબીજાની સન્મુખ પડે છે. તે વખતે વાયુરહિત જળની જેવી તેઓની નિશ્ચળ દષ્ટિ દષ્ટિ સાથે અને મન મનની સાથે જોડાયા. તે વખતે એક બીજાના નેત્રની કીકીઓમાં પ્રતિબિંબત થયેલા તેઓ જાણે અનુરાગથી એક-બીજાના હૃદયમાં પ્રવેશ કરતા હોય તેવા ! શેભતા હતા. .
આ તરફ સામાનિક આદિ દેવો અનુચર થઈને પ્રભુની પાસે ઊભા રહે છે. ઉપહાસ કરવામાં કુશળ એવી -