________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૫૩
કંદરાઓ સ્થાપન કરે છે. પગમાં ઝણઝણ અવાજ કરતા રત્નમય ઝાંઝર પહેરાવે છે.
આ પ્રમાણે તે કન્યાઓને તૈયાર કરીને દેવીઓને સમૂહ તેઓને ઉપાડીને માતૃઘર (માયરા)ની અંદર લાવીને સુવર્ણના આસન ઉપર બેસાડે છે.
ઇંદ્ર વડે વિવાહ માટે તૈયાર થવા માટે અત્યંત આગ્રહથી વિજ્ઞપ્તિ કરાયેલા વૃષભના ચિહ્નવાળા પ્રભુ લેકમાં વ્યવહારની સ્થિતિ બતાવવી જોઈએ અને મારે ભેગવવા લાયક ભગ્ય કર્મ છે” એમ વિચારીને ઈંદ્રનું વચન માન્ય કરે છે. તૈયાર થયેલા પ્રભુનું વિવાહ મંડપમાં આગમન
અને દેવીઓ વડે કરાયેલ વિવાહને ઉપચાર
હવે ઈ સ્વામીને સ્નાન કરાવી, વિલેપન કરી વિધિપૂર્વક આભૂષણ આદિથી શણગાર્યા. દ્વારપાળની જેમ ઈંદ્ર વડે ધાત છે અગ્ર માગ જેને, અપ્સરાના સમૂહ વડે બને પડખે જેમને લવણ ઉતારાય છે એવા, ઈંદ્રાણી વડે ગવાતા છે ધવલમંગળ જેના, સામાનિક આદિ દેવીઓ વડે કરાતી છે ઉતારણાની વિધિ જેની, ગંધર્વના સમૂહ વડે હર્ષ વડે વગાડાતા છે વાજિંત્ર એના, એવા સ્વામી દિવ્ય વાહન વડે મંડપના દ્વારપ્રવેશે આવ્યા.
હવે ઈંદ્રવડે અપાયે છે હાથ જેને એવા સ્વામી વાહનમાંથી ઉતરીને મંડપના દ્વારની ભૂમિમાં રહ્યા. મંડપમાં રહેલી દેવીઓ દ્વારને વિષે તડતડ કરતા લવણ