________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૪૫
અને દઈ નહિ એવું, માંસળ, વર્તુળ અને કમળ છે. મવું ( દાઢી) શ્યામ, ગાઢ, સ્નિગ્ધ અને કમળ છે.
પ્રભુની જીભ નવા કલ્પવૃક્ષના પ્રવાલના જેવી લાલ, કોમળ, અતિસ્થળ નહિ એવી, દ્વાદશાંગ પ્રવચનના અને કહેનારી છે. ' સ્વામીના નેત્રો મધ્ય ભાગમાં કૃષ્ણ-ધવળ, અંત ભાગમાં રક્ત છે એથી નીલમણિ–રફટિક રત્ન અને શેણમણિના વિન્યાસમય હોય એવા શોભે છે. તેમજ કાન સુધી વિશ્રાંતિ પામેલા કાજળ સરખી શ્યામ પાંપણવાળા તે નેત્રે જેમ ભ્રમર છૂપાયા છે એવા કમળની જેમ શોભે છે. - જગતના નાથની શ્યામ અને કુટિલ એવી ભ્રકુટીએ ( ભમરે) દષ્ટિરૂપી નદીના કાંઠે ઉગેલી લતાની શોભાને ધારણ કરે છે. - ભુવનપતિનું વિશાળ, માંસળ, વર્તુળ, કઠિન, કમળ અને સમાન એવું ભાલ (= કપાલ) અષ્ટમીના ચંદ્રની શેભાને ધારણ કરે છે.
" ભુવન સ્વામીનું અનુક્રમે સમુન્નત મસ્તક અધોમુખ, થયેલા શ્રેષ્ઠ છત્ર સરખું છે. - તીર્થકરના પરમેશ્વરપણાના સૂચક મસ્તકને વિષે વર્તુળ, ઊંચું, ઉષ (= શિખા) કળશની શેભાને પામે
. ૧૦