________________
૧૬
શ્રી ઋષભનાથ ચરિત્ર દેવસમૂહથી પરિવરેલે જિનેશ્વરના જન્મગૃહને વિષે આવ્યા. તીર્થકરના પ્રતિરૂપને સંહરી લઈને માતાની પાસે પ્રભુને સ્થાપન કરે છે, તે પછી મરુદેવામાતાની તે અવસ્થાપિની નિદ્રાને દુર કરે છે.
પ્રભુના ઓશીકાના મૂળ ભાગમાં એક શ્રેષ્ઠ દેવદૂષ્ય યુગલ અને રત્નમય કુંડલયુગલ સ્થાપન કરે છે. તે પછી ઈદ્ર વિચિત્ર રત્નહાર અને અર્ધહારોથી યુક્ત સુવર્ણના પ્રકારથી બનાવેલા સુવર્ણ સરખા દેદીપ્યમાન એક શ્રીદામ દડાને પ્રભુની ઉપર ચંદરવામાં પ્રભુની દૃષ્ટિના વિદ માટે મૂકે છે. જેને જોતાં તીર્થેશ્વર સુખપૂર્વક પિતાની ચક્ષુના વિક્ષેપને કરે છે. શ્રી મહાવીરચરિત્રમાં-“લટકતા મેતીઓના ગુચ્છાવાળું લંબૂસક (= દડાના આકારનું આભરણ) ભગવંતને રમવા માટે ચંદરવામાં લટકાવે છે” એ પ્રમાણે કહ્યું છે.
તે પછી શકે શ્રમણને આજ્ઞા કરે છે કે જલદી બત્રીશ કેડી હિરણ્ય, બત્રીશ કેડી સુવર્ણ, બત્રીશ કોડી રત્ન, બત્રીશ નંદાસન, બત્રીશ ભદ્રાસન અને બીજા પણ વસ્ત્ર–નેપથ્ય વગેરે મહામૂલ્યવાળી વિશિષ્ટ વસ્તુઓ ભગવંતના જન્મભવનમાં લાવો.
કુબેરદેવ પણ જભક દેવ પાસે તે સર્વ શીવ્ર કરાવે છે. ' ફરીથી ઇંદ્ર આભિયોગિક દેવો મારફત સર્વઠેકાણે આ પ્રમાણે ઉદ્ઘેષણ કરાવે છે કે – “હે ભવનપતિ