________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
૧૦૯
એ પ્રમાણે સર્વ વર્ષધર પર્વત, વૈતાઢય, વક્ષસ્કાર પર્વતને વિષે, દેવકુરુ તથા ઉત્તરકુરુમાં, અંતરનદીઓને વિષે, ભદ્રશાલ–નંદન-સૌમનસ અને પંડકવનમાં પાણી, કમળ, ગશીર્ષ ચંદન, કુસુમ, ઔષધિ અને ફળે ગ્રહણ કરે છે.
તે પછી ગંધકારની પેઢી એક ઠેકાણે ગંધદ્રવ્ય અને પાણી ભેગા કરીને જલદી મેરુપર્વતના શિખર ઉપર આવે છે.
વિનયથી નમ્ર એવા તેઓ તે ગધદ્રવ્ય અને ક્ષીરદધિ આદિના જળથી ભરેલા કળશે અશ્રુત દેવેન્દ્રને સમર્પણ કરે છે.
હવે તે અશ્રુત દેવેન્દ્ર અભિષેકની સર્વસામગ્રી જોઈને આનંદ પામી, આસન પરથી ઉઠીને દશ હજાર સામાનિક દેવી, ચાલીશ હજાર આત્મરક્ષક દેવો, તેત્રીશ ત્રાયશ્ચિંશક દેવો, ત્રણ પર્ષદા, ચાર લોકપાલ, સાત સૈન્ય, અને સાત સેનાધિપતિથી ચારે તરફથી પરિવરેલા તે નિર્મળ તીર્થમાં ઉત્પન્ન થયેલા ક્ષીર-નીરથી ભરેલા નિર્મળ કમળથી ઢાંકેલા ગશીર્ષચંદન આદિ શ્રેષ્ઠ વસ્તુએથી યુક્ત, સર્વ ઔષધિ સહિત, ઘણી હજારોની સંખ્યાવાળા મોટા પ્રમાણવાળા વિકલા અને સ્વાભાવિક કળશોવડે પરમ પ્રમોદથી ભગવાન, ભુવનના એક બાંધવ
8. ૯