________________
<<
શ્રી ઋષભનાથ ચરિત્ર
એ વખતે કાઈ મંગલપાઠકે સભાની અદર આવીને શંખના ધ્વનિને પણ નીચેા કરી નાખે એવી વાણી વડે કહ્યુ કે–હે રાજન! આજે આપના ઉદ્યાનમાં ઉદ્યમવાળી ઉદ્યાનપાલિકાની માફક તૈયાર કર્યા છે અનેક પુષ્પ જેણે એવી વસંતલક્ષ્મી વિસ્તાર પામી છે. તેથી ઈંદ્ર જેમ નંદનવનને સ’ભાવિત કરે તેમ વિકાસ પામતા પુષ્પાની સુગ ધથી સુગંધી કર્યાં છે દિશાઓના મુખ જેણે એવા આ વનને પ્રસન્ન થઈને જુએ.
રાજા પણ દ્વારપાળને કહે છે કે– સવારે બધા નગરજનાએ ઉદ્યાનમાં આવવું’ એ પ્રમાણે નગરમાં ઉર્દૂઘાષણા કરાવા. તારે પણ ઉદ્યાનમાં આવવું-એ પ્રમાણે રાજાએ સાગરચંદ્રને કહ્યું.
તે પછી રાજાએ રજા આપવાથી તે ઘરે આવીને પેાતાના મિત્ર અશાકદત્તને રાજાનેા તેઆ દેશ કહ્યો.
સાગરચંદ્રનું ઉદ્યાનમાં જવુ અને ભયથી પ્રિયદર્શીનાનુ રક્ષણ કરવુ
ખીજે દિવસે પરિવાર સહિત રાજા ઉદ્યાનમાં ગયા. નગરજને પણ ત્યાં ગયા. તે શ્રેષ્ઠિ પુત્ર પણ અશેાકદત્તની સાથે ગયે. તે ઉદ્યાનમાં લેાક ફૂલ વીણવા વડે અને ગીત-નૃત્ય આદિ કરવા વડે ક્રીડા કરવા લાગ્યા. સ્થાને સ્થાને વિવિધ ક્રીડામાં તત્પર બેઠેલા નગરજના છાવણી નાંખીને રહેલા કામદેવ રાજાની છાવણીની ધુરાને ધારણ
કરતા હતા.