________________
શ્રી ગષભનાથ ચરિત્ર
(
ચતુર્વિધ સંઘના સર્વ સંકટ દૂર કરવાથી મનની સમાધિ ઉત્પન્ન કરનાર તે સત્તરમું પદ છે. ૧૮. નવીન સૂત્ર, અર્થ અને તદુભયનું હંમેશાં યત્નવડે જે ગ્રહણ કરવું તે અઢારમું સ્થાન છે. ૧૯ શ્રદ્ધાને પ્રકાશિત કરવા વડે, અવર્ણવાદનો નિષેધ કરવાથી શ્રુતજ્ઞાનની જે ભક્તિ તે ઓગણીશમું સ્થાન છે. ૨૦. વિદ્યા, નિમિત્ત, કાવ્ય, વાદ, અને ધર્મકથાવડે જે જિનશાસનની પ્રભાવના કરવી તે વીશમું સ્થાન છે.
આ સ્થાનકમાં એક એક સ્થાન પણ તીર્થંકરનામ કર્મના બંધનું કારણ છે. આ ભગવંતે સર્વ સ્થાનકે દ્વારા તીર્થકર નામકર્મ બાંધ્યું.
બાહમુનિએ સાધુઓની વૈયાવચ્ચ કરતા ચક્રવતીના ભાગના ફળને આપનારૂં કર્મ ઉપાર્જન કર્યું.
સુબાહુ સાધુએ તપસ્વી મહર્ષિઓની વિશ્રામણ કરતાં કેત્તર બાહુબળ ઉપાર્જન કર્યું.
તે વખતે વજના મુનીશ્વર “અહો ! સાધુઓની વૈયાવચ્ચ અને વિશ્રામણ કરનારા આ ધન્ય છે એ પ્રમાણે બાહુ અને સુબાહુમુનિની પ્રશંસા કરી.
તેઓની પ્રશંસા સાંભળીને તે પીઠ અને મહાપીઠ મુનિ વિચારવા લાગ્યા : “જે ઉપકાર કરનાર હોય તેની જ અહીં પ્રશંસા કરાય છે, આગમના અધ્યયન, પઠન અને ધ્યાનમાં રક્ત અનુપકારી એવા અમારી કોણ