________________
શ્રી ઋષભનાથ ચરિત્ર
વિદ્યાચારણ લબ્ધિ વડે એક ઉત્પાત વડે માનુષેત્તર પર્વત ઉપર અને બીજા ઉત્પાત વડે નંદીશ્વરદ્વીપમાં જાય છે, ત્યાંથી વળતાં એક ઉત્પાત વડે સ્વસ્થાનમાં આવે છે. એ પ્રમાણે તીચ્છગમનની જેમ ઊંચે પણ બે ઉત્પાત વડે જાય છે અને એક ઉત્પાત વડે પાછા આવે છે. તેઓ આશીવિષ અદ્ધિવડે નિગ્રહ અને અનુગ્રહ કરવામાં સમર્થ છે. બીજી પણ તેઓને ઘણી લબ્ધિઓ ઉત્પન્ન થઈ તે પણ તે સાધુઓ પિતાના કાર્યમાં આકાંક્ષારહિત એવા તે લબ્ધિઓના પ્રવેગ કરતા નથી. વજનાભનું વિશસ્થાનક વડે તીર્થકર
નામકર્મનું નિકાચિત કરવું આ તરફ વજનાભ મુનીશ્વરે વીશસ્થાનક વડે તીર્થંકર નામગોત્ર નિકાચિત બાંધ્યું. તે આ પ્રમાણે-૧. ત્યાં જિનેશ્વરેની અને જિનપ્રતિમાઓની પૂજા વડે, અવર્ણવાદના નિષેધ વડે, સદ્ભૂત અર્થની સ્તુતિ વડે તે પ્રથમ પદની આરાધના કરે છે. ૨. સિદ્ધિસ્થાનમાં રહેલા સિદ્ધોની પ્રતિજાગરણ મહોત્સવો વડે અને યથાવસ્થિત સિદ્ધપણાના ગુણેના ઉત્કીર્તન વડે બીજા પદને આરાધે છે. ૩. બાળગ્લાન-નવદીક્ષિત આદિ સાધુઓને અનુગ્રહ કરવાથી તેઓ પ્રવચન વાત્સલ્ય સ્વરૂપ ત્રીજા સ્થાનને આરાધે છે. ૪, ગુરુઓને આહાર, ઔષધિ, વસ્ત્ર, પાણી આદિ આપવાથી અને અંજલિ જોડવાથી તેમજ અત્યંત વાત્સલ્ય કરવાથી ચોથા સ્થાનની આરાધના કરે છે. પ. વિશ વર્ષના વત પર્યાય