________________
*
*
સગર જશે... ...
T૯ . કેટલાક રાજાએ પોતાના મિને કહેવા લાગ્યા. હે મિત્ર! દ્રૌપદી મારા મેળામાં જ રમે છે, એમ માની લે. કેટલાક રાજાએ બાલવા લાગ્યા કે હે મિત્ર! મારા ગળામાં રહેલે હાર, અગ્નિની જેમ બળે છે, ચંદ્રમા સૂર્યની જેમ સંતાપ આપે છે, ચાંદની અંધકાર જેવી ભાસે છે, કમળ તે રીસામણુના પાંદડાની જેમ જ મને લાગે છે, એક ઘડી પ્રહર જેવી, પ્રહર રાતના જે, રાત્રિ વર્ષ સમાન લાગે છે, મિત્રે પૂછયું કે આમ કેમ? ત્યારે કહ્યું કે હે મિત્ર! કઈ બીજા દ્વિપમાં સૂર્ય બીજાને સ્વયંવર જોવા ગયે છે, નહિતર સૂર્ય વહેલે ઉગે કેમ નહિ ? આ પ્રમાણે દ્રૌપદીને પ્રાપ્ત કરવાની ભાવનાવાળા રાજઓની એક રાત્રી કરેડે પ્રહરવાળી બની ગઈ હતી.
પાંડુરાજા પિતાના પુત્રની વીરતાને જાણી-સમજીનિરાંતે ઊંઘી ગયા હતા, પાંડવોના સુંદર સ્વરૂપને જોઈ દ્રુપદરાજા વારંવાર વિચારતો કે “સ્વયંવર ન રચ્યું હોત તે દ્રૌપદી માટે મનમાન્ય ભર મેળવી શકાત” આ વિચારમાં અટવાઈ ગયા, સ્વયંવર માટે પોતે કરેલી પ્રતિજ્ઞાની નિંદા કરી, રાત્રી આવા વિચારોમાં પસાર થઈ ગઈ પોતાના પતિદેવ સૂર્યનું આગમન જણાવતી પૂર્વદિશાએ વિવિધરંગી સાથિઓ અંબરમાં પૂર્યા, અને પૂર્વદિશા લાલરંગવાળી સેહામણી બની શેવા લાગી, આકાશમંડલમાં કાંતિહીન બનીને રહેવું ઠીક નથી, તેમ વિચારી ચંદ્ર દેશાંતર માટે ચાલી ગયે, સૂર્યએ પોતાનું