________________
સ : ૩]" "
[ કર્ણની સામે અર્જુનના પક્ષપાતી તથા થોડા લેકે કર્ણના પક્ષપાતી બન્યા, કર્ણની સામે અર્જુન કેણ છે? આ પ્રમાણે દુર્યોધનાદિ માનવા લાગ્યા, જ્યારે ભીમ વિગેરે અર્જુન સામે કહ્યું કેણ છે? તેમ માનવા લાગ્યા, કુંતી પુત્રપ્રેમથી વિહુવલ બનીને જમીન ઉપર મૂર્શિત અવસ્થામાં પડી ગઈ, વિદુરજીએ ચંદનાદિ ઉપચારોથી તેને શાંત કરી, યુદ્ધની ગતિ વિચિત્ર હોય છે. આ પ્રમાણે વિચારતા પાંડુના મુખ ઉપર ગ્લાનિ આવી ગઈ તે જ વખતે કૃપાચાર્યો કર્ણને કહ્યું, કુંતી કુક્ષીરૂપ સરોવરને હંસ, કુરુવંશનું પાણીદાર સુંદર મોતી, પાંડુરૂપ સુમેરૂથી ઉત્પન્ન કલ્પવૃક્ષ સમાન અર્જુનને અમે એળખીએ છીએ, અર્જુનની સાથે યુદ્ધ કરવા માટે તારા હાથમાં ખણું આવે છે, તે તું પણ તારા માતા, પિતા, કુલ વિગેરેને જણાવ, તલવારની ધારથી પણ તીણ શબ્દ કૃપાચાર્યના સાંભળી દુર્યોધન ઉઠીને બોલ્યો કે કુલ, માતા અથવા પિતાથી શું કામ છે? મનુષ્યનું ગૌરવ તો ગુણથકી અંકાય છે. કર્ણ તે પિતાની વીરતા અને બળથી જ અજુનની સાથે યુદ્ધ કરી શકે છે, જે રાજા નથી તેની સાથે યુદ્ધ અજુન નહી કરે તેમ જે કહેતા હો તો હમણાં જ હું કર્ણને અંગ દેશનો રાજા બનાવું છું. આ પ્રમાણે બેલતા દુર્યોધને પુરોહિતને બેલાવી તીર્થજળ મંગાવી અંગરાજ્ય ઉપર કર્ણને અભિષેક કર્યો, કણે જ્યારે દુર્યોધનને ઉપકારનો બદલો મેળવવા માટે વિનંતી કરી, ત્યારે દુર્યોધને કાયમ,