________________
I
[ ૬૭
સર્ગ : ૩ ] દ્વિતીય ભાર્યાએ પણ શુભ સ્વપ્નથી સૂચિત બે પુત્રોને જન્મ આપે. આકાશવાણી દ્વારા તે બંને ભાઈઓ સ્વજન પરિવારની સેવામાં તત્પર અને મુકિતગામી થશે તેમ જાણવા મળ્યું. પાંડુરાજાએ તેમનું નામ નકુલ અને સહદેવ રાખ્યું હતું. ગાધારી આદિ ધૂતરાષ્ટ્રની આઠે પત્નીઓએ નવ્વાણું પુત્રને જન્મ આપ્યું. જેઓના નામઃ દુશાસન, દુઃસહ, દુશલ, રણ, શાન્ત, સમાય, બિંદ, સર્વસહ, અનુબિંદ, સુભીમ, સુબાહુ, દુuઘર્ષણ, દુર્મર્ષણ, સુગાત્ર, દુષ્કર્ણ, દુઃશ્રવ, વરવંશ, વિકીર્ણ, દીર્ઘદશ, સુલોચન, ઉપચિત્ર, વિચિત્ર, ચારૂચિત્ર, શરાસન, દુર્મદ, દુષ્પગ્રાહ, યુયુત્સુ, વિકટ, ઊર્ણનામ, સુનામ, નંદ, ઉપનંદ, ચિત્રબાણ, ચિત્રકર્મ, સુવર્મ, દુર્વિમેચન, અબાહ, મહાબાહ, શ્રતવાન, પદ્મચન, ભીમબાહુ, ભીમબલ, સુષેણ, પંડિત, શ્રુતાયુધ, સુવીય, દંડધાર, મહોધાર, ચિત્રાયુધ, નિષંગી, પાશ, વૃંદારક, શત્રુંજય, શત્રુસહ, સત્યસંધ, સુદુરસહ, સુદર્શન, ચિત્રસેન, સેનાની, દુષ્પ– રાજય, પરાજિત, કુંડશાયી, વિશાલાક્ષ, જયદહસ્ત, સુહસ્ત, વાતવેગ, સુવર્ચસ, આદિત્યકેતુ, બહાથી, નિર્બન્ધ, પ્રયાસ, કવચી, રણશીંડ, કુંડધાર, ધનુર્ધર, ઉગ્રરથ, ભીમરથ, શૂરબાહુ, અલેલુષ, અભય, રૌદ્રકર્મ, દઢરથ, અનાવૃષ્ય, કુંડભેદી, વિરાજી, દીર્ઘલેચન, પ્રમથ, પ્રમાથ, દીર્વાલાપ, વીર્યવાન, દીર્ઘબાહ, મહાવક્ષ, સુલક્ષણ, કનક કાંચન, સુધ્વજ, સુભુજ, વિરજ રાખવામાં આવ્યા હતા, તેઓ શસ્ત્રાસ્ત્ર તથા યુદ્ધમાં વિશારદ હતા.