________________
૬૨]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય બની ગઈ વિચાર આવ્યો કે ખરેખર પાપનું પરિણામ છે, તેથી કરીને હજુ હું પુત્રવતી બની નથી, “કુંતી” એ મારી પછી ગર્ભ ધારણ કર્યો, તે પણ તેણીએ પુત્રને જન્મ આપે, વળી ફરીથી પણ ગર્ભવતી બની છે, થોડા વખતમાં પુત્રને જન્મ આપશે, આવી રીતે પુત્ર જન્મ દ્વારા “કુંતી મને આઘાત પહોંચાડી રહી છે. ગાંધારી દુઃખી બનીને જલ્દી પુત્ર જન્મ આપવા માટે પેટને કુટવા લાગી, જેનાથી તેણીના ઉદરમાંથી ભયંકર દુર્ગધ મારતો માંસને લાગે બહાર નીકળી આવ્યું. ગાંધારી માંસપિંડને જોઈને ખૂબ જ દુઃખી થઈ, માંસપિંડને ફેંકી દેવા તૈયાર થઈ, કુલની વૃદ્ધાઓએ ગાંધારીને આ કાર્યથી રેકી, અને ખૂબ જ સમજાવી, ગાંધારીએ કહ્યું કે માતાજી! મેં વિચાર કર્યો હતો કે ભલે હું રાજપત્ની ન બની શકી પણ રાજ્યમાતા અવશ્ય બનીશ, પરંતુ હવે તે આશા પણ નિષ્ફળ થઈ ગઈ છે. કારણ કે મારા પહેલાં કુંતીએ યુધિષ્ઠિરને જન્મ આપે છે. એટલે જ હું પિટ કુરતી હતી, કારણ બુદ્ધિ કર્માનુસારિણી છે. હવે આપ લોકો જેમ કહે તેમ કરવા તૈયાર છું.વૃદ્ધાઓએ કહ્યું કે “કુંતી'ની જેમ તમે પણ ધર્મારાધન કરે, તો તમને પણ યુધિષ્ઠિરના જેવો જ પુત્ર પ્રાપ્ત થશે, તમે ચિંતા કરવી છેડી દો, ત્રીસમહિનાની તે વાત શું? કઈ કઈ પુત્ર તે બાર વર્ષ સુધી માતાના ગર્ભમાં રહે છે. ત્યારબાદ તે વૃદ્ધાઓએ રૂને ઘીથી ભીજાવી તેમાં માંસપિંડને વિંટાળી સુવર્ણ –