________________
સર્ગઃ ર ]
[પ૭ લેઓએ હાહાકાર મચાવ્યો, બંનેનું યુદ્ધ અનુચિત છે તેમ બોલવા લાગ્યા, લેકની વાતો સાંભળી કંસે ક્રોધથી કહ્યું કે આ વાળના છોકરાઓને કોણે લાવ્યા હતા, તેઓ તેમની જાતે જ આવ્યા છે. તો તેમને રોકવાની જરૂર શું છે? કંસની વાત સાંભળી બધાએ મૌન ધારણ કર્યું. ચાર પણ લડવાને તૈયાર થયે, બંનેનું મલ્લયુદ્ધ વિષેનું જ્ઞાન જાણુ બધા રાજાઓ આશ્ચર્ય પામ્યા, કૃષ્ણની કલાથી સમુદ્રવિજ્ય વિગેરે પ્રસન્ન થયા, વાસુદેવના જ્ઞાનથી કંસના મનની સાથે પૃથ્વી પણ કંપાયમાન થવા લાગી. કંસે કૃષ્ણને મારવા માટે દુષ્ટ મૌષ્ટિકને પણ ઈશારો કર્યો, દુરાત્માઓ શું નથી કરી શકતા? કૃષ્ણની તરફ દેડીને જતા મૌષ્ટિકને પણ બલરામે રેકો, અને બોલ્યા કે હમણાં જ હું તારે અભિમાન ઉતારું છું, તે બંનેમાં મુક્કામુક્કી યુદ્ધ ચાલ્યું. ચાણસના પ્રહારથી કૃષ્ણ મૂર્ણિત બન્યા, ત્યારે બધા રાજાઓએ હાહાકાર મચાવ્યું, પરંતુ કંસને ખૂબ જ આનંદ આવ્યો, તેણે મૂર્ણિત કૃષ્ણ ઉપર ફરીથી પ્રહાર કરવા માટે પિતાના મલ્લને ઈશારો કર્યો, એટલામાં બલરામે મૌષ્ટિકને મારી નાંખે. કૃષ્ણ મૂર્શિતાવસ્થામાંથી સચેતન બન્યા, કૃણે પરાક્રમથી ચાણને યમરાજના ઘરને અતિથિ બનાવ્યું, તે વખતે કંસનું મુખ શ્યામ બન્યું. જ્યારે સમુદ્રવિજયાદિનું મુખકમલ સૂર્ય સમાન તેજસ્વી બન્યું. કંસે પોતાના સૈનિકોને કૃષ્ણને પકડવા માટે આજ્ઞા આપી, એટલામાં કૃષ્ણ મંચ ઉપર જઈને કંસના વાળ પકડી