________________
સર્ગ : રો]
" [૫૩ કાશિમર વિગેરે દેશના રાજાઓ ધનુષ્ય પાસે જઈને પાછા વળી ગયા, પિતાના મંચ ઉપર બેસી ગયા, અનાવૃષ્ટિ પણ ધનુષ્યની પાસે ગયા, અને પડી ગયા, સત્યભામાની સખીઓએ તેમની મશ્કરી કરી, કૃષ્ણ ધનુષ્યને ઉઠાવ્યું, બધા રાજાએ આશ્ચર્યથી જોવા લાગ્યા, સત્યભામાં પણ પોતાને ભાગ્યશાળી માનવા લાગી. મથુરાપતિ કંસે પિતાના સિનિકોને કૃષ્ણને પકડવા માટે આદેશ આવે. પરંતુ અનાવૃષ્ટિને આગળ કરી કૃષ્ણ આગળ નીકળી ગયા, કંસના સુભટો પાછળ પાછળ દોડયા, પરંતુ અનાવૃષ્ટિએ રથને ઝડપથી ચલાવીને બલરામની પાસે કૃષ્ણને પહોંચાડયા, પિતે શૌર્યપુર ચાલ્યા ગયા.
કંસને સિનિકોએ પાછા આવીને કહ્યું કે અમે પકડવા માટે અશક્તિમાન છીએ, કંસ ગભરાઈ ગયે, પિતાનું મરણ નજીક દેખાવા લાગ્યું. મલ્લયુદ્ધથી કૃષ્ણને મારવા માટે ફરીથી ઉત્સવની તૈયારી કરી, બધા રાજાઓને આમંત્રણ આપી બોલાવ્યા.
વસુદેવે આપ્તજને દ્વારા કંસના દુરાચરણને જાણી બલરામને સાવધાન રહેવા જણાવ્યું. સમુદ્રવિજયાદિ મેટાભાઈઓને કંસની દુષ્ટ ભાવના કહી બતાવી, બધા ભાઈઓ મંડપમાં જુદા જુદા મંચ ઉપર આવીને બેઠા, ઈન્દ્રની જેમ કંસ પણ એક ઉંચા મંચ ઉપર બેઠે હતે.
ગોકુળમાં થઈને મથુરામાં જતા રાજાઓને જોઈ કુણે બલરામને કહ્યું કે મલ્લયુદ્ધ જેવા માટે આપણે પણ