________________
૪૬]
[પાંડવ અસ્ત્રિ મહાકાવ્ય મૃત્યુથી ગભરાતાં કંસે વસુદેવને કહ્યું કે મિત્રતાના ચોગે હું આપને એક પ્રાર્થના કરું છું કે દેવકીજીને સાતે બાળકે મને આપશો, ત્યારે દેવકીજીને સમજાવી. વસુદેવે કંસને કહ્યું કે બલભદ્રાદિ મારે તે ઘણા પુત્ર છે. મારા સંતાનોથી તમે સંતાનવાનું થાવ, સ્નેહથી તેનું લાલન પાલન કરજે, ત્યારબાદ જન્મતાં જ દેવકીજીએ એક પછી એક એમ છ સંતાને કંસને આપી દીધા, નગરમાં વાત ફેલાઈ ગઈ કે દેવકીજીના છ સંતાનને કંસે મારી નાખ્યા છે, પુત્રના મૃત્યુ સમાચાર કોને દુઃખ નથી આપતા? આ સમાચાર સાંભળી દેવકીજી તથા વસુદેવ ખૂબ જ દુઃખી થયા, દેવકીજીએ એક મધ્યરાત્રિએ સાત સ્વપ્નથી સૂચિત ઉત્તમ ગર્ભને ધારણ કર્યો.
સવારના દેવકીજીએ વસુદેવને સ્વપ્નની વાત કરી, વસુદેવે કહ્યું કે હે દેવી! તમારા ઉદરમાં આવેલ ગર્ભ -ભરતાર્ધપતિ પુત્ર થશે, દેવકીજીએ વસુદેવને કહ્યું કે પુત્રના લાભથી અને કંસની દુષ્ટતાથી મારા મનમાં હર્ષ અને વિષાદ બને છે. તમારા જેવા પતિની પ્રાપ્તિ થયા બાદ ‘પણ મારા પુત્રને કંસ મારી નાખે તે હું પણ મારી - જઈશ, વસુદેવે કહ્યું કે ચિંતા ન કરશે, ગોકુલના રાજા નંદ મારા મિત્ર છે. તે ગુપ્ત રીતે મારા પુત્રનું પાલન કરશે, આ સાંભળીને દેવકીજીને આનંદ થયે, સુખથી - ગર્ભનું પાલન કરવા લાગ્યા, કંસ પણ સપ્તમ ગર્ભની વાત સાંભળીને ખૂબ જ સાવધાની રાખવા લાગ્ય, શ્રાવણ