________________
સર્ગઃ ર ]
[૪૩૪ જીવવું એ લજજાસ્પદ છે. માટે વસુદેવે ચિતા તૈયાર કરાવી પિતાની જાતે જ અગ્નિ પ્રવેશ કર્યો છે. તેની આ ભસ્મ છે, પત્ર વાંચતાની સાથે જ સમુદ્રવિજય મૂર્શિત બની ગયા. પિતાના ભાઈના મૃત્યુથી કેને દુઃખ થતું નથી? રાજા ખૂબ જ વિલાપ કરવા લાગ્યા, તેમની પાછળ રાજકુળ રડવા લાગ્યું. માતા સુભદ્રા પુત્રના શેકગ્નિમાં ખૂબ જ દુઃખી થયા, વસુદેવના શાકમાં નગરમાં ગીત, નૃત્ય, વાઘ બધું જ બંધ હતું. શરદ અને વસંતઋતુમાં પણ રાજા ક્રિીડા કરતા નહતા, આ પ્રમાણે ઘણા વર્ષો વહી ગયા બાદ કેઈ નિમિત્તજ્ઞએ આવીને કહ્યું કે વસુદેવ કુશળ છે: જીવિત અવસ્થામાં છે. નિમિત્તજ્ઞના અમૃતતુલ્ય વચને સાંભળી સમુદ્રવિજય રાજા રાજ્યકાર્યમાં પ્રવૃત્ત બન્યા.
અરિષ્ટનગરના રૂધિર રાજાએ પિતાની પુત્રી હિણના સ્વયંવરમાં આવવા માટે રાજાને આમંત્રણ આયું, રાજા પણ વિનોદવૃત્તિને પોષવા માટે ત્યાં ગયા, જરાસંઘ આદિ રાજાઓની મધ્યમાં ઉંચા મંચ ઉપર બેઠા, ત્યાં બેઠેલા રાજાઓ રોહિણીને આકર્ષણ કરવા માટે ઘણું પ્રકારની જુદી જુદી ચેષ્ટાઓ કરવા લાગ્યા, તેમાંથી કોઈપણ રાજાને રોહિણુએ પસંદ કર્યા નહીં.. દરેક રાજાઓને અનાદર કરીને તેણી એક ભેરીવાદકની તરફ આકાંક્ષાભાવથી વારંવાર જેવા લાગી, ભેરીવાદકે પણ સ્પષ્ટ અક્ષરોમાં રોહિણીને સંકેત કર્યો કે વરમાળા મારે ગળામાં નાખી તું મારી સાથે લગ્ન કર, તે