________________
સર્ગઃ ૧૮મો]
[૪૯૫ અમારે અભિગ્રહ છે માટે વિમલાચલ જઈને અમે ઈટ સિદ્ધિ મેળવવા માટે સાધના કરીએ. તે ગિરિરાજ ઉપર પુંડરીક ગણધરાદિ કરેડે મુનિઓ કર્મને ક્ષય કરી મુક્તિએ ગયા છે. માટે હે ભગવન! સર્વ તીર્થોમાં શ્રેષ્ઠ એ ગિરિરાજ અમારા માટે કલ્યાણકારી છે માટે જવાની આજ્ઞા આપી, ગુરૂ મહારાજની આજ્ઞા ગ્રહણ કરીને પાંડે શત્રુંજય ગિરિરાજ ઉપર આવ્યા. મહાન આત્માઓ કષ્ટને સહન કરી, ઈટવસ્તુની પ્રાપ્તિ પણ કરે છે. તે પર્વતના શિખર ઉપર આવી પાંડવોએ અનશન કર્યું.
ત્યારબાદ જગતના તમામ પ્રાણીઓને પિતાના સમાન જાણુતા, સમતા સુધી સાગરમાં સ્નાન દ્વારા પ્રશાંત અંત:કરણવાળા, શુકલધ્યાન ધારણ કરી, ક્ષપકશ્રેણીને પ્રાપ્ત કરતા પાંડને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ. ત્યાર બાદ થોડા વખત પછી સગી ગુણસ્થાનકમાં વિશ્રાંતિ કરી તરત જ મુક્તિએ ગયા, નિર્મલ અનશનવ્રતથી પવિત્ર બની દ્રૌપદી સાધ્વી પણ અનુપમ લક્ષમી વિભૂષિત બ્રહ્મલેકમાં ગઈ. દેવતાઓએ મેટા સમારોહથી તે પર્વતના શિખર પર તેમને અગ્નિસંસ્કાર કર્યો.
સર્ગ અઢારમે સંપૂર્ણ મલાઘારિ શ્રીદેવપ્રભસૂરિ—વિરચિત પાંડવચરિત્રમહાકાવ્યનું ગુર્જરભાષાંતર
સંપૂર્ણ :