________________
સર્ગ : ૧૮ ]
[૪૯
પણ સંવેગની ભાવના ભાવવા લાગ્યું. અહે! રથકારમાં આ સર્વથા ધન્ય છે. જેણે કોઈ જાતના વિચારો કર્યા સિવાય પુણ્ય સંગ પ્રાપ્ત થયો છે. મુનીશ્વરને આપેલું દાન મુક્તિફળને આપવાવાળું છે. પરંતુ માસક્ષમણના. પારણે આપેલા દાનની તો વાત શું કરવી? જેનાથી કમ ગ્રંથી તેવું તપ હું કરવા સમર્થ નથી. રથકારના જેવું દાન આપવામાં પણ અસમર્થ છું. મારો જન્મ વ્યર્થ છે. મારા તિર્યચપણાને ધિક્કાર છે. તે પ્રમાણે ભાવના. ભાવતો હરણ ચોધાર આંસુઓથી રડતો હતો, હરણ, મુનિ અને રથકાર ત્રણે ઉચ્ચતર ભાવનાએ હતા તે જ વખતે પવનના ઝપાટાથી એક વૃક્ષ ટુટીને તેમની ઉપર, પડયું, તેઓ ત્રણે મરીને બ્રહ્મદેવલોકમાં ઉત્પન્ન થયા. ( આ પ્રમાણે તિર્ય-મનુષ્ય-તથા દેવોને દરેક સ્થાનમાં પ્રતિબંધ કરતા બલરામ મુનિ સો વર્ષ સુધી. ચારિત્ર પર્યાય પાળી દેવલોકે ગયા, ત્યારથી બલરામ મુનિના અનુપમ પ્રભાવથી આ વનમાં વસતા કૂર પ્રાણીઓ પણ ઉપશમભાવમાં રહે છે.
ધર્મઘોષ મુનિના મુખથી બલરામ મુનિની કથા સાંભળી વિષાદને ધારણ કરતા પાંડવોએ કહ્યું કે બલરામ મુનિ અનુપમ ચારિત્રવંત હતા, પરંતુ અમે દુર્ભાગી છીએ કે તેમના દર્શન અમે ન કરી શકયા, તેમની વાત સાંભળીને અમારા અંતરમાં આનંદ થયો છે. ત્યારે જે તેમના અંતિમ દર્શન થયા હોત કેટલે બધો આનંદ થાત !