________________
૪૮૦ ]
[ પાંડવ ચરિત્ર મહાકાવ્ય
વ્યતિત થયા ખાદ વાદળાથી દિશાઓને અને અકુરાથી જમીનને નીલવણુ બનાવનારી વર્ષાઋતુ આવી.
એકદા પવથી નીચે ઉતરીને જમીન ઉપર ટુટેલા એક રથને બલરામે જોયા, રથને વ્યવસ્થિત કરતા સારથિને બલરામે કહ્યું કે મૂઢ? તદ્દન ભાંગેલા રથને વ્યવસ્થિત કરવા માટે ફોગટના પરિશ્રમ શા માટે કરે છે ? તે સારથિએ કહ્યુ` કે અનેક યુદ્ધમાં શત્રુએના શસ્ત્રથી નહી મરનાર આપના ભાઇ હમણાં પગમાં ઘા વાગવાથી મરી ગયા છે, તે જો જીવતા થવાના હાય તા, રથ કેમ સારા થાય નહી ? મારા ભાઇ કાં મર્યાં છે? આ પ્રમાણે કહીને ક્રોધાવેશમાં સારથિ તરફ જોતા બલરામ આગળ વધ્યા, થાડેક દૂર ગયા બાદ પત્થર ઉપર કમલને વાવતા એક માણસને જોઈ બલરામે હસીને કહ્યું કે મૂઢ ! ગમે તેટલેા પ્રયત્ન કરીશ તે પણ પત્થર ઉપર કમલ ઉગતુ હશે ખરૂ કે? તેણે પણ કહ્યું કે મરી ગયેલા આપના ભાઈ જો જીવતા થાય તા પત્થર ઉપર કમલ પણ ઉગશે, તેના વચન સાંભળીને મેાહાંધ બનેલા બલરામ આગળ વધ્યા, આગળ ગયા બાદ દાવાનળથી મળી ગયેલા ઝાડને પાણી વડે સીચતા માલીને જોયા, બલરામે કહ્યું કે તું મૂર્ખતાનુ` કામ શા માટે કરી રહ્યો છે? તેણે કહ્યું' કે જો ખભા ઉપર રાખેલા ભાઇના મૃતકને આપ સજીવન કરવાની ઈચ્છા રાખેા છે, તે આ વૃક્ષને પણ અંકુરા ફૂટવાના જ છે. તેની વાતને ન સાંભળતા અલરામ આગળ વધ્યા, આગળ જતાં મરી