________________
સર્ગ - 3
[૩૭. તમામ જીવોને સુખાસ્વાદન થયું. અન્તપુરની દાસીઓએ જઈને ભીષ્મ-ધૃતરાષ્ટ્ર-પાંડુ-વિદુર–અંબા–અંબાલિકાઅંબિકાને જઈ પુત્ર જન્મની વધામણી આપી.
ઉગતા સૂર્ય સમાન તેજસ્વી, તે બાળકને જન્મ થતાની સાથે જ આકાશવાણી થઈ કે આ બાળક સત્યવાનમાં અગ્રેસર, વીરતા, સ્થિરતા, ગંભીરતા આદિ ગુણોથી યુક્ત, ધર્માનુરાગી, સાર્વભૌમ રાજા થશે, વૃદ્ધાવસ્થામાં વ્રત લઈને મુક્તિએ જશે.
પુત્ર જન્મના સમાચાર જાણી રાજ્યકુલમાં ભીમાદિ સર્વેના હૃદલાસની કેઈ સીમા રહી નહીં. રાજાએ આજ્ઞા આપ્યા પહેલાં જ નગરમાં પુત્ર જન્મને ઉત્સવ નગરજને ઉજવવા લાગ્યા, આકાશમાં પણ દુંદુભિના નાદ થયા, આ બાળકના અંગ, લક્ષણ વિગેરે જોઈને ભીષ્માદિએ બાળકનું નામ યુધિષ્ઠિર રાખ્યું. કુંતીને તપ અને ધર્માનુરાગ જાણીને બાળકનું નામ “તપસૂનુ ધર્મન્સૂનું” પણ રાખવામાં આવ્યું. ત્યારબાદ બાળકના વ્યવહાર અનુસાર “અજાતશત્રુઃ” નામ પણ પ્રસિદ્ધ થયું. પુત્રજન્મની ખુશાલીમાં પાંડુરાજાને બીજા રાજાઓ તરફથી ઘણી ભેટ મળી.
કુંતીના પિતા તરફથી ભેટ લઈને હર્ષોલ્લાસની વૃદ્ધિ કરતે “કરક' પણ આ , પાંડુરાજાએ કરકને સત્કાર કર્યો, અને સ્નેહપૂર્વક વાત કરી, કુંતીએ પણ