________________
૪૪૪ ]
[પાંડવ ચરિત્ર મહાકાવ્ય
ઇશાનેન્દ્ર ચામર ધારણ કર્યાં. સનત્સુમારે છત્ર અને માહેન્દ્રે ખડ્ગ ધારણ કર્યાં. પ્રશ્નેન્દ્રે દર્પણ તથા લાંતકેશ્વરે પૂર્ણ કળશ ગ્રહણ કર્યાં, શક્રેન્દ્રે સુંદર સ્વસ્તિક તથા સહસ્રારે ધનુષ ધારણ કર્યું. પ્રાણતાધીશે શ્રીવત્સ, તથા અચ્યુતેન્દ્રે નોંઘાવત લીધા. તે સિવાય ચમરેન્દ્રન્દ્રા ક્રિએ શસ્ત્રોને ધારણ કર્યાં, જિનેશ્વરની શિખિકાની પાછળ પાછળ સમુદ્રવિજય, બલભદ્ર, કૃષ્ણ, પાંડવ, શિવાદેવી, કુંતી વિગેરે બધા ચાલવા લાગ્યા. પરંતુ નયનાશ્રુજલથી ચાલતા તે બધાએ માંગલિક ગીતા ગાયા નહિ. ખરેખર ! જગતમાં માહનું સામ્રાજ્ય અતિ બળવાન છે. ઘરની પાસેથી જતા નેમિકુમારને જોઈ રાજીમતી અત્યંત શેાકાતુર “બની ગઈ. રાજીમતીના દુઃખને જ્ઞાનથી તથા લેાકેાના મુખથી જાણીને પણ નેમિકુમાર માહરૂપી શત્રુને આધીન અન્યા નહિ. રૈવતક (ગિરનાર)ના સહસ્રામ્ર વનમાં પ્રભુ શિબિકાથી ઉતર્યો. પ્રભુએ અલંકારા ઉતારીને ઈન્દ્રને આપ્યા. ઇન્દ્રે તે અલંકારો કૃષ્ણને આપ્યા. ત્યારબાદ ત્રણસેા વર્ષની ઉંમરવાળા નેમિકુમાર ચિત્રા નક્ષત્રમાં ચંદ્ર આવ્યો હતા ત્યારે શ્રાવણ સુદ છઠને દિવસે છઠ્ઠું તપથી યુક્ત પ્રભુએ પંચમુષ્ઠિ લેાચ કર્યો. ઈન્દ્રે તે વાળ ગ્રહણ કર્યા અને પ્રભુના ખભા ઉપર દેવદુષ્ય વજ્ર મુકયુ. વાળને ક્ષીર સાગરમાં ફેકીને તરત જ ઇન્દ્રે પાછા આવી કાલાહલ શાંત કર્યાં. ત્યારબાદ પ્રભુએ સામાયિકવ્રત ગ્રહણ કર્યું. એજ વખતે તેને મનઃપવજ્ઞાનની પ્રાપ્તિ થઈ. એક ક્ષણને માટે નારકીના જીવાને પણ