________________
સર્ગઃ ૧૬]
[૪૩૯ અને આ પશુઓ પણ સ્વછંદતાને અનુભવ કરે. સારથિએ રથ ત્યાં લઈ લીધો. નેમિકુમારે તે પશુઓ તરફ દયામય પોતાની દષ્ટિથી જોયું. કેઈના ગળામાં દોરડા બાંધેલા હતા, કેઈના પગ દોરડાથી બાંધેલા હતા. ઘણા પશુઓ પિંજરામાં પુરેલા હતા, આ પ્રમાણે બધા પશુઓને બંધનમાં જઈ કરૂણમૂર્તિ નેમિકુમાર ત્યાંજ ઉભા રહ્યા. જગતકલ્યાણકારી નેમિકુમારને જઈ તે પશુઓ પિતપોતાની ભાષામાં રક્ષણ કરવા માટે કહેવા લાગ્યા. દયાળુ નેમિકુમારે તે પશુઓને બંધન મુક્ત કર્યા. અને સંસારથી વિમુખ બનેલા નેમિકુમારે રથને ઘર તરફ પાછા ફરવાવ્યો.
સમુદ્રવિજય, કૃષ્ણ, બળભદ્ર, બીજા યાદવે,શિવાદેવી વિગેરે રાણીઓ પિતાપિતાના વાહને છોડીને આગળ વધ્યા. શિવાદેવીની સાથે સાથે સમુદ્રવિજયે કહ્યું કે એકાએક આ ઉત્સવથી તમે વિમુખ શા માટે થયા છો? નેમિકુમારે કહ્યું પિતાજી! આ પ્રાણીઓને બંધનમાં જઈને મને પિતાને પણ હું શત્રુઓથી બંધાએલ માનું છું. તે દ્વારા મેં કેટલી વખત નરકની યાતનાઓને અનુભવ કરેલો છે. કેટલીવાર તિર્યંચનીમાં પરિભ્રમણ કરી ચુકેલ છું. ઠંડી–તાપ વિગેરે અનેક કષ્ટોને ભેગવી ચુકેલો છું વળી કેટલી વખત મનુષ્યગતિમાં જન્મીને દરિદ્રતાનો અનુભવ કરી લીધો છે. આ ક્રરકર્મોએ મારી સામે જ મારા બચ્ચાએને મારી નાખ્યા છે. આ પ્રમાણે તે કર્મોએ શું નથી કર્ય! તેણે જ કુદેવની સેવન કરાવીને હજારે પરાભવ