________________
- સર્ગઃ ૧૬]
[૪૩૫ વાળ મોટા મોટા કેળના થંભથી સુરક્ષિત દ્વારકાનગરીમાં સહકુટુંબ યુધિષ્ઠિર પધાર્યાઃ સેના સહિત કૃષ્ણ યુધિિિષ્ઠરનું સ્વાગત કર્યું. વિવાહની ક્રિયાઓમાં ફરતી રમણીઓથી યુક્ત, શરણાઈના સૂરોથી શબ્દાયમાન, અનેક પ્રકારના આભૂષણોથી દેદીપ્યમાન, શિવાદેવીની આજ્ઞાથી કાર્યમાં મશગુલ પરિવારવાળા, સુંદર મંડપથી શેભાયમાન પિતાના મહેલમાં યુધિષ્ઠિર વિગેરે પરિવારને પ્રવેશ કરાવ્યો.
બધાએ પિતાની ઉચિતતા પૂર્વક પ્રણામા– શિર્વાદ વ્યવહાર અરસપરસ કર્યો. ત્યારબાદ શિવાદેવી, કુન્તીના પગે પડીને બોલવા લાગ્યા કે, દેવિ ! આ આપના આશીર્વાદનું ફળ છે કે હું આવા પુત્રની માતા બની છું. આ કાર્ય આપનું જ છે. માટે આપને જે ઉચિત હોય તે કાર્ય આપેજ કરવાનું છે. શિવાદેવીના વચનેથી અમૃતજલથી જેમ લતા વિકસિત બને છે, તેમ કુન્તી અત્યંત આનંદિત બની, લગ્નને સમય નજીક હોવાથી સમુદ્રવિજ્ય વિગેરે દશાહની આજ્ઞાથી કુતીદેવી, શિવાદેવી, દેવકી, રોહિણી, વિગેરે માતાઓ તથા રેવતી, રુકિમણી, સત્યભામા, વિગેરે હસતી ભાભીઓએ વિવાહને માટે વરરાજાને પૂર્વ દિશા સન્મુખ બેસાડી માંગલિકગીતે ગાતાં ગાતાં સ્નાન કરાવ્યું. સુંદર વસ્ત્રાભૂષણ પહેરાવ્યા બાદ નેમિકુમારને જઈ શિવાદેવીની આંખે વારંવાર નેમિકુમારને જેવા લાગી, પુત્રવધુ રાજીમતીને શણગારવા