________________
સર્ગઃ ૧૬મો]
[૪ર૭ મોરારિ ! મને આજે પણ એક વાતની યાદ આવે છે કે જ્યારે શિવાદેવીના ગર્ભમાં નેમિકુમારનો જીવ આવ્યો ત્યારે તે વખતે શિવાદેવીએ ચૌદ મહાસ્વપ્ન દેખ્યાં હતાં. નિમિત્તએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આ બાળક બાહ્ય અભ્યતર શત્રુઓને જીતનારે ચક્રવતિ અથવા ધર્મચક્રવતી થશે. નેમિકુમારની ઉદાત્ત મૂતિ (અસાધારણ પ્રતિભા) તથા નિર્વિકારતાથી હું માનું છું કે તેઓ તીર્થકર થશે.
વચમાં જ આકાશવાણી થઈ કે રામ ! કૃષ્ણ ! તમે આ બધા તર્ક કરશે નહિ. નેમિકુમાર આ ભરતક્ષેત્રમાં બાવીસમા તીર્થંકર થશે. બધી સ્ત્રીઓને તે તૃણ સમાન માનશે. અનુપમ બળવાન હોવા છતાં પણ તેઓ રાજ્ય ગ્રહણ નહિ કરે. આ વાત એકવીસમા તીર્થંકર નેમિનાથે પહેલેથી કહેલી છે. આકાશવાણી સાંભળી ખુશ થયેલા કૃષ્ણ નેમિકુમારના ગુણોની પ્રશંસા કરી. - બળરામ પાસેથી નીકળીને કૃષ્ણ તરત જ અંતઃપુરમાં આવ્યા. અંતઃપુરની સુનયનાએની સામે કૃષ્ણ નેમિકુમારને વૃત્તાંત કહી સંભળાવ્યો.
ત્યારબાદ રત્નાસન પર બેસીને કૃષ્ણ નેમિકુમારની સાથે સ્નાન કર્યું. કપૂરઅગર મિશ્રિત ચંદનનો લેપ બંનેના શરીર ઉપર સેવકોએ કર્યો, અને સ્વાદિષ્ટ ભજનો કર્યા. અનેક પ્રકારની વાત કરતા કરતા મધ્યાહ્ન સમય વ્યતિત થયો. ત્યારે અંતઃપુરની સ્ત્રીઓ સહિત નેમિ-- કુમારને લઈ કૃષ્ણ ક્રીડા કરવા માટે ઉદ્યાનમાં, વાવડીઓમાં, અને પહાડ ઉપર ગયા. અનેક પ્રકારની ક્રીડાઓ દરરોજ